Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાણવડ-ગાંધીનગર બસ પુનઃશરૂ કરાઇઃ આંદોલન સમિતીની મહેનત રંગ લાવી

ભાણવડ  : અઢી માસ પહેલા બંધ કરી દેવામાં આવેલી ભાણવડ-ગાંધીનગર બસને આંદોલન બાદ પુનઃ શરૂ કરવામાં આવતા આંદોલન સમિતીના સભ્યોએ ભારે આતશબાજી સાથે ઉજવણી કરી હતી. મંગળવારથી પુનઃ શરૂ કરવામાં આવેલી આ બસનું ભાણવડ આંદોલન સમિતી દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ હતું. બસના ડ્રાઇવર-કંડકટરને પેંડાથી મીઠા મોઢા કરાવવામાં આવ્યા હતા અને બસને હારતોરા કરી આતશબાજી અને હર્ષોલ્લાસથી વધાવવામાં આવી હતી. દરમ્યાન આંદોલન સમિતીને આંદોલન દરમ્યાન સહકાર આપનાર શહેરના સુજ્ઞ અને ગુણીજન લોકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા એટલુ જ નહિ પણ બસનો આજે પહેલો દિવસ હોઇ શુકન સાચવતા તેમના દ્વારા ટીકીટ પણ કપાવાવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ ડી.કે. પરમાર ભાણવડ)

(11:33 am IST)