Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રાવણે શિવદર્શનમ્

ખંભાળીયાનાં વડત્રામાં બિરાજમાન શ્રી ધીંગેશ્વર મહાદેવનો મહિમા

ખંભાળીયા : શહેર જેમ શિવમંદિરો માટે જાણીતુ છે તેમ તાલુકાના અનેક ગામોમાં પણ અતિ પ્રાચીન અને ઐતિહાસિક શિવમંદિરો આવેલ છે. જયા શ્રાવણ માસમાં ભકતો ઉમટે છે. તેમાનુ એક વડત્રાનું ધીંગેશ્વર મહાદેવ મંદિર છે.

૧૦૦૦ વર્ષ જૂનુ શિવલીંગ

વડત્રા ગામથી બે કીમી દૂર અત્યંત રમણીય અને તળાવના કાંઠે પ્રાકૃતિક વાતાવરણમાં ભવ્ય શ્રી ધીંગેશ્વર મહાદેવનું ૧૦૦૦ વર્ષ જૂનુ પ્રાચીન શિવ મંદિર આવેલુ છે.

આ મંદિર મુંડીયા સ્વામી દ્વારા બનાવાયુ હતુ તથા આ શિવમંદિરે સ્વયંભુ મહાદેવ પ્રગટ થયા અને તેનુ કદ મોટુ એટલે કે જાડુ ધીંગુ હતુ તેના પરથી ધીંગેશ્વર મહાદેવ નામ પડયુ જે પદડી કૃષ્ણાનંદજી મહારાજ ગુરૂ બ્રહ્માનંદજીને પછી દયાનંદગીરી મહારાજ અને હાલ પૂજારી જગદીશગીરી દયાગીરી તથા મહંત બાબુગીરી દયાગીરી છે.

શ્રાવણમાં સવાલાખ બીલીપૂજા

ધીંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભકતો ઉમટે છે. રોજ પૂજા અભિષેક રૂદ્રાભિષેક તથા થાળ ધરાવવા ભકતો ઉમટે છે. અહી પ્રત્યેક શ્રાવણ માસની આઠમે મેળો ભરાય છે તથા સોમવારે બટુક ભોજન પ્રસાદી હોય છે તથા શ્રાવણ માસમાં સવાલાખ બીલ્વપત્ર ચડાવવામાં આવે છે તથા રોજ ભકતો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉમટે છે. અહી સવાર સાંજ મંત્રોકત રીતે નગારા ઢોલ સાથેની આરતી પણ પ્રસિધ્ધ છે.

૫ પ્રાચીન શિવલીંગ સાથેની ગુફા

ધીંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં જ ત્રણેક હજાર વર્ષ જૂના પ્રાચીન શિવલીંગો સાથેની એક ગુફા આવેલી છે. જે ખૂબ જ ચમત્કારીક છે. અહીથી પહેલા ગુફામાં દ્વારકા સુધી જવાનો રસ્તો હોવાનુ કહેવાય છે. કાળક્રમે હવે ગુફાનો ટુકડો જ રહ્યો છે.

ધીંગેશ્વર મહાદેવ મંદિરે પ્રસિધ્ધશ્રી મુંડીયા સ્વામી મહારાજનું તથા અન્નપુર્ણાનું મંદિર પણ આવેલુ છે.

સંકલન  કૌશલ સવજાણી, ખંભાળીયા

(11:29 am IST)