Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ખંભાળિયા નગરપાલિકાને ૧.૧૩ કરોડનો ચેક અર્પણ

ગાંધીનગર ખાતે ગુજરાત ફાઇનાન્સ બોર્ડ દ્વારા ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને રૂ.૨૦૦૦ કરોડ વિકાસના કામો માટેના ચેક અર્પણ સમારોહ યોજાયેલ જેમાં ખંભાળિયા નગરપાલિકાને રૂ.૧.૧૩ કરોડનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તથા ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન અમિતભાઇ શુકલ, ચેરમેન દિપેશભાઇ ગોકાણી, પૂર્વપ્રમુખ તથા જીલ્લા ભાજપ મહામંત્રી દિનેશભાઇ દતાણી, ચીફ ઓફિસર એ.કે.ગઢવી સદસ્યા શ્રીમતી જયશ્રીબેન ધોરીયા અને જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ  મનિષાબેન ત્રિવેદી વિગેરે સમારોહમાં ઉપસ્થિત રહી ચેક સ્વિકારેલ હતો. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ કૌશલ સવજાણી)

(11:28 am IST)