Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મોરબીમાં પાલિકા પ્રમુખના વિસ્તારના લતાવાસીઓ દ્વારા કલેકટરને રજૂઆત

મોરબીઃ શહેરમાં ભુગર્ભ ઉભરાવવાના પ્રશ્નો રોજિંદા થઇ ગયા છે. મોરબી નગરપાલિકા અને ભુગર્ભ બોર્ડની આંતરિક લડાયમાં પ્રજા પરેશાઇ થઇ રહી છે. આવી ફરિયાદ સાથે કન્યા છાત્રાલય પાસે આવેલ ક્રિષ્ના પાર્ક ૧ના રહીશો નગરપાલિકાને અનેક વખત રજુઆતો કરવા છતાં આ પ્રશ્ને કોઇ કાર્યવાહી ના કરતા રહેવાસીઓ કલેકટર કચેરીએ જઇને રજુઆત કરેલ. ક્રિષ્ના પાર્ક ૧ વિસ્તારમાં મોરબી નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોવા છતાં ત્યાનાં રહીશોના આ હાલ છે.

(11:27 am IST)