Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જૂનાગઢ જિલ્લા આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સંમેલન

જૂનાગઢ તા.રર  : ભારતીય મઝદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ અશોકભાઇ મેઘપરા, જિલ્લા મંત્રી સુરેશભાઇ ભટ્ટે જણાવેલ કે, જૂનાગઢ જિલ્લાના આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોનું જિલ્લા સંમેલન તા.૧ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૧૦ કલાકે મહેશ અજમેરા બાલભવન ખાતે રાખેલ છે.

આ સંમેલનમાં જૂનાગઢ જિલ્લામાંથી આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રદેશ અગ્રણી નવનીતભાઇ શાહ, જૂનાગઢ વિભાગના ઉપપ્રમુખ કરશનભાઇ કટારીયા, વિભાગીય મંત્રી ગીરીશભાઇ પટેલ, પ્રદેશના આંગણવાડી અને આશાવર્કર બહેનોના પ્રભારી વિનોદભાઇ શર્મા, પ્રદેશ અગ્રણી શ્રીમતી નિરૂબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. સંમેલનમાં વિશાળ સંખ્યામાં આંગણવાડી બહેનો તેમજ આશાવર્કર બહેનો ઉપસ્થિત રહેશે.

જૂનાગઢમાં ભારતીય મઝદૂર સંઘ દ્વારા વૃક્ષારોપણ

ભારતીય મઝદૂર સંઘ દ્વારા તા.૨૮મી ઓગષ્ટ પર્યાવરણ દિને પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ સવારે ૯ કલાકે જિનીયસ સ્કુલ ખલીલપુર રોડ ઉપર રાખેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અગ્રણી નવનીતભાઇ શાહ, જિલ્લા અધ્યક્ષ અશોકભાઇ મેઘપરા, જિલ્લા મંત્રી સુરેશભાઇ ભટ્ટ, જિલ્લા ઉપાધ્યક્ષ ધીરૂભાઇ સોલંકી, ભુરાભાઇ માંડણ, પ્રવિણભાઇ જોશી, પ્રભાતગીરી અપારનાથી, કમલેશભાઇ આચાર્ય, સુરેશભાઇ વડગામા, અશ્વિનભાઇ પંચાસરા, કિશોરભાઇ ઠકરાર, મહિલા અગ્રણી રૂપલબેન, ગીતાબેન આચર, જોહરાબેન, ભીખાલાલ કનાડા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વરસી ઉત્સવ

સિંધી સમાજ દ્વારા પૂ. ભાઇ સાહેબ તેજુરામ તથા ભાઇ સાહેબ ભગવાનદાસ ૫૧મો વરસી ઉત્સવ તા.૨૬ સપ્ટેમ્બર સોમવારના રોજ સંધાડીયા બજાર જૂના ગુરૂનાનક મંદિરેથી ઉજવવામાં આવશે.

કાર્યક્રમમાં તા.૨૬ સપ્ટેમ્બર સોમવારના સવારે ૮ થી ૯ આશાદીવાર સાહેબ ત્યાર પછી પરસાદી અપાશે. સાંજે ૬ થી ૭ શ્રી સુખમની સાહેબનો પાઠ સાહેબ સાંજના ૭ થી ૯ ભગત ઉતમચંદ રાજકોટવાળાનો પ્રોગ્રામ થશે ત્યાર પછી ગુરૂગ્રંથ સાહેબનો ભોગ સાહેબ ત્યારપછી સર્વ સાદસંગમ માટે આમ ભંડારાનો આયોજન કરેલ છે. આ વરસી ઉત્સવમાં સત્સંગ કથા કિર્તનનો લાભ લેવા મંદિરના મહંત ગુરૂમુખદાસ વાસવાણીની યાદીમાં જણાવાયુ છે.

(11:26 am IST)