Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજુલાનાં આખલાનાં સળગતા પ્રશ્નનું નિરાકરણ એક સંતે લાવી દીધુ

રાજુલા તા.રર : શહેરની અંદાજીત ૭૫ હજારની માનવ વસ્તી રાજુલા શહેરમાં અને શહેરની અનેકવિધ સોસાયટીઓમાં ચોમેર ફેલાયેલા ૩૦૦ થી વધુ આખલાઓના રોજીંદા ત્રાસથી ત્રાહિમામ હતી રોજબરોજ આખલાઓના આપસી યુધ્ધમાં અનેક લોકો ઘવાતા ફોર વ્હીલ, ટુ વ્હીલનો પણ આખલાઓ ભુકકો બોલાવી દેતા છેલ્લા ગત વિકમાં તો આખલાઓએ આપસી યુધ્ધમાં એક વિપ્ર પ્રૌઢને મોતને ઘાટ ઉતાર્યા હતા તો એક યુવાનના પગ ભાંગી નાખ્યા હતા.

શાકમાર્કેટે શાકભાજી ખરીદવા જતી મહિલાઓ અને દેવદર્શને જતી મહિલાઓ પણ આખલાઓના ત્રાસથી ભયભીત હતી. અખબારોમાં પણ રાજુલામાં થતા આખલા યુધ્ધ અને તેમાં સજા ભોગવતા નિર્દોષ શહેરીજનોના ઘવાયાના અહેવાલો વારંવાર પ્રસિધ્ધ થયા હતા. આ આખલાઓએ શહેરને બાનમાં લીધાની અને તેમાંથી શહેરને બચાવવાની રજૂઆતો ધારાસભ્ય અંબરીષ ડેર સમક્ષ તમામ રાજકીય પક્ષોના આગેવાનો શહેરની અનેકવિધ સંસ્થાઓ મહિલા મંડળોએ કરી હતી. ધારાસભ્ય અંબરીષ ડેર સમક્ષ થયેલ રજૂઆતો પછી તેમણે શહેરને આખલાના ત્રાસથી મુકત કરાવવાની રજૂઆત કરી પ્રત્યુતરમાં એવો જવાબ મળ્યો હતો કે અમે આખલાઓને પકડીને રાખીએ કયા ? તમે કયાંય સલામત સ્થળે ખસેડે તો અમે આખલાઓને પકડવા તંત્રના સ્ટાફને મોકલીઓ, આવો જવાબ મળતા અને શહેરની ૭૫ હજારની માનવ વસ્તીમાં આખલા માત્ર પ્રશ્ને ભારોભાર  રોષ ફેલાતા રાજુલા શહેર અને શહેરની એનકવિધ સોસાયટીઓમાં ૩૦૦ જેટલા આખલાઓ ત્રાસ ફેલાવી રહ્યા છે તેને રાજુલા શહેરને આખલા મુકત કરવા અંબરીષ ડેરે રાજુલા તાલુકાના મોરંગી ગામ પાસે આવેલ વોડાવાળી ખોડીયારના ગૌભકત સંત શેષ નારાયણ ગીરીબાપુને  રૂબરૂ મળી રાજુલામાં ત્રાસ ફેલાવતા આખલાઓ અંગે વાત કરતા સંત શિરોમણી સમા સંત શેષ નારાયણ ગીરીબાપુએ અંબરીષ ડેરને કહ્યુ કે તારા ગામમાં જેટલા આખલાઓ હોય તેને તું અહી મોકલી દે. તેનુ જતન હું કરીશ, આવા સાનુકુળ જવાબથી જોમમાં આવેલા ધારાસભ્યે રાજુલા નગરપાલીકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખ શ્રી તથા તેમની ટીમ સાથે ચીફ ઓફીસરને સાથે રાખી શહેરમાં ત્રાસ ફેલાવી મહામુલી માનવ જીંદગીનો ભોગ લેતા આખલાઓને વનતંત્રના કર્મીઓનો સહકાર લઇ પાલિકાના તંત્ર અને વાહનો દ્વારા આખલાઓને પકડવાનું નકકી થયુ તેમાં શહેરના સદનશીબે આખલાઓને પકડવાના નિષ્ણાંત કોન્ટ્રાકટરોનો સહયોગ મળ્યો ગત તા.૧૩ ઓગષ્ટથી રાત્રીના સમયેથી આખલાઓને પકડી ખોડાવાડી ખોડીયારે મોકલવાની કામગીરી શરૂ થઇ છે.

૨૦૫ થી વધારે આખલાઓને પકડી વોડાવાળી ખોડીયાર ખાતે ગૌશાળામાં મોકલી અપાયા છે. બાકી રહી ગયેલા આખલાઓને પકડવાની કામગીરી શરૂ જ છે. રેઢીયાળ તોફાની આખલાઓને પકડી કયા મુકવા કે જયાં તેનુ જતન થાય તે પ્રશ્ને સરકારી તંત્ર મુંજવણમાં હતુ પરંતુ એક સંતે રાજુલા શહેરને આખલા મુકત કરવામાં મદદ કરતા આ વાત શકય બની જે પ્રશ્ન તંત્ર ન ઉકેલી શકયુ તે પ્રશ્ન એક સંતે ઉકેલ્યો. આખલા મુકત રાજુલાની શરૂઆત અંબરીષ ડેર તરફથી કરાતા શહેરભરમાં અંબરીષ ડેરની પ્રશંસા થઇ રહી છે. આજે એક મુલાકાતમાં અંબરીષ ડેરે રાજુલા શહેર  અને પંચકની જનતાને એક ગૌભકત તરીકે અપીલ કરતા જણાવ્યુ હતુ કે, વોડાવાળી ખોડીયાર મંદિરે જે ગૌશાળા ચાલે છે જેમાં અંદાજે ૫૦૦૦ થી વધુ ગાય માતાઓ અને અન્ય પશુઓનો સમાવેશ થાય છે. આ ગૌશાળાને આવકનું  કોઇ કાયમી સાધન નથી માત્રને માત્ર લોકફાળાથી ખાવડી મોટી ગૌશાળા ચાલે છે. રાજુલા શહેર અને પંથકની જનતા અને શ્રેષ્ઠીશ્રીઓ આ ગૌશાળાની મુલાકાત યથાયોગ્ય ફાળો આપે તેવી અપીલ કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ આ ગૌશાળા આવેલ છે. તે વિસ્તારમાં છાશવારે રાણી પશુઓ પસાર થાય છે અને આજુબાજુના ગામોમાં મારણ કરે છે પરંતુ આજદિન સુધી એકપણ પ્રાણી પશુ આ ગૌશાળા પ્રવેશતુ નથી કે નથી ત્રાડ પડી.

(11:26 am IST)