Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જોડીયામાં જલસંગ્રહ માટે લોકોનુ શ્રમદાન યજ્ઞ

જોડીયા : ઉંડ નદીમાં દરિયાનું ખારૂ પાણી ન મળે તે ઉદ્દેશ્યથી રાજાશાહી વખતમાં મસાણિયા ચેકડેમનું નિર્માણ કરાયુ હતુ. જોડીયાનો એકમાત્ર સર્વથી મોટો ચેકડેમ ગણાય છે. જોડીયા સહિત કુન્નડ અને બાદનપર (જો.)ના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ચેકડેમ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના હસ્તક હોવાથી સમયે સમયે સમાર કામ કરાયુ છે. ચોમાસા પુર્વે જિલ્લા તંત્ર દ્વારા ચેકડેમના નવા નાલાની ખુલ્લા મુકવા ગામપંચાયતને સુચના અપાઇ છે. હાલમાં ચેકડેમના નવ નાલા થકી ડેમનુ વધારાનુ પાણી દરિયામાં વહેતા જેને કારણે જલસંગ્રહનો પ્રશ્ન ચિંતાકારક બનતા સરપંચ પતિ અશોક વર્માના માર્ગદર્શન હેઠળ પંંચાયતના સભ્યો તથા ખેડૂતો અને લઘુમતી સમાજના યુવા દ્વારા સામુહીક રીતે નવ નાલામાં પાટિયા ફીટ કરવાની કામગીરીમાં શ્રમદાન આપેલ તે તસ્વીર.

(11:22 am IST)