Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વંથલીના ટીનમસમાં પતિના હાથે પત્નિની હત્યા

બોથડ પદાર્થના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાની મૃતક મહિલાના ભાઇની ફરિયાદના પગલે પતિની ધરપકડની તજવીજ

જુનાગઢ તા. રર : વંથલીના ટીનમસમાં કોળી મહિલાની તેના જ પતિએ બોથડ પદાર્થ ઝીંકી અને ગળાડુપો દઇને હત્યા કર્યાનું પ્રકાશમાં આવતા સનસની મચી ગઇ હતી.

આ અંગે મૃતકના ભાઇની ફરિયાદના પગલે પોલીસે રાત્રે જ મહિલાના પતિની ધરપકડની તજવીજ કરી આગળની તપાસ હાથ ધરી છ.ે

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામની પરિણીતા ગીતાબેન જગદીશ જીજુવાડીયા (ઉ.ર૮) નામની કોળી મહિલાને ગઇકાલે ઇજાગ્રસ્ત હાલતમાં તેના સસરા જુનાગઢ સીવીલમાં સારવાર માટે લાવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે ગીતાબેનને મૃત જાહેર કરી હતી.

આ દરમ્યાન જુનાગઢ પહોંચેલા મૃતકના ભાઇ રાજેશ જેન્તીભાઇ રાંદલપ્રા (ખીરસરા)અ ે પોતાની બહેનના ગળા અને મોઢાના ભાગે ઇજાના નિશાન જોઇ હત્યાની આશંકા વ્યકત કરી હતી.

આ અંગેની જાણ થતા વંથલી પોલીસે દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પ્રાથમીક તપાસમાં ગીતાની હત્યા થયાનું માલુમ પડયું હતું.

રાત્રે મરનાર પરિણીતાના ઉપલેટાના ખીરસરા ગામે રહેતા ભાઇ રાજેશ રાંદલપ્રાની ફરીયાદ લઇ ગીતાબેનના પતિ જગદીશ રૂખડ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જગદીશ જીંજુવાડીયાએ તેની પત્ની ગીતા ઉપર ખોટી શંકા કરી અને ગઇકાલે તેણીને બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા પહોંચાડી અને ગળાડુંપો દઇને પતાવી દીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છ.ે આમ સાતમ-આઠમના તહેવારમાં કોળી પરિણીતાની તેના જયંતીએ હત્યા કરી નાખતા હલચલ મચી ગઇ છ.ે

તપાસનીશ વંથલી પીએસઆઇ હિતેષ વાઢેરે ત્વરિત તપાસ હાથ ધરી પતિ જદગીશ રૂખડની ધરપકડ માટેના ચક્રો ગતીમાન કર્યા છે.

(11:20 am IST)