Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બે સિંહો વચ્ચે ડણકથી જંગલ ગાજી ઉઠયું

ધારીઃ સિંહોની પણ પોતાની હદ બાંધેલી હોય છે અને જો આ હદમાં કોઇ બીજો સિંહ આવી ચડે ત્યારે લડાઇ જામી જતી હોય છે. કંઇક આવી જ ઘટના ધારીના જંગલમાં તાજેતરમાં વહેલી સવારે જોવા મળી હતી. અહીં આંબરડી પાર્કમાં કેદ કરેલા પાંજરાના સિંહ અને ગીરના જંગલના સિંહ સામ-સામે આવી જતાં જબરો જામ્યો હતો.

સિંહ સામાન્ય રીતે રાત્રે જાગતા હોય છે અને વિચરણ કરતા હોય છે. ગીરના જંગલના બે કદાવર સિંહ આવી રીતે જ વિચરણ પર નિકળ્યા હતા. ચાલતા-ચાલતા તેઓ આંબરડી પાર્ક નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન આંબરડી પાર્કમાં પાંજરામાં રહેતા સિંહ પણ  તરફ જ ફરવા નિકળ્યા હતા. અને સામ સામી ડણકોથી જંગલ ગાજી ઉઠેલ. થોડા સમય પછી ગીરના સિંહ જંગલમાં જતા રહેતાં મામલો શાંત પડ્યો હતો.

(11:19 am IST)