Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

એસ્સાર ચાલુ નાણાકીય વર્ષ માટે ૬૦ એમટીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની નજીકઃ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વૃદ્ઘિ ૨૭ ટકા થશે

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૩.૫ એમ ટી સંચાલન કર્યું, જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ નાં પ્રથમ ત્રિમાસિક ગાળા ના ૧૧.૫ એમટીની સરખામણીમાં ૧૭ ટકાની વૃદ્ઘિ છે. તાજેતરમાં કાર્યરત થયેલ ટર્મિનલ્સની ક્ષમતાના ઊંચા વપરાશ અને થર્ડ-પાર્ટી કાર્ગોએ સંચાલનમાં વૃદ્ઘિમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન

એસ્સાર પોર્ટસે જણાવ્યું હતું કે, સલાયા અને વિઝાગામાં તાજેતરમાં શરૂ થયેલા ટર્મિનલ પર ક્ષમતાનો ઊંચા ઉપયોગ અને થર્ડ-પાર્ટી કાર્ગો માં વૃદ્ઘિ જેવા મુખ્ય બે પરિબળોને કારણે કંપનીને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૬૦ મિલિયન ટન કાર્ગો નું સંચાલન નો લક્ષ્યાંક પાર પાડવામાં મદદ મળશે.

 કંપનીના પ્રથમ ત્રિમાસિક ગાળા ની કામગીરી સારી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં એનાં સંચાલનનાં લક્ષ્યાંક અને હાંસલ કરવાની નજીક પહોંચી છે. ૩૦ જૂન, ૨૦૧૯ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એસ્સાર પોર્ટસે એના ચાર ટર્મિનલમાં કાર્ગો વોલ્યુમમાં ૧૭.૪ ટકાની પ્રભાવશાળી વૃદ્ઘિ કરી છે. ગયા વર્ષના સમાન ગાળામાં સંયુકત સંચાલન ૧૧.૫ મિલિયન ટન હતું. જે વધીને ૧૩.૫ મિલીયન ટન થયું હતું.

 એસ્સાર ના તમામ ટર્મિનલ બલ્ક અને ડ્રાય બલ્ક કાર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે સ્ટીલ અને પાવર જેવા મુખ્ય ક્ષેત્રોમાં કાચા માલ તરીકે થાય છે.

એસ્સાર પાર્ટ્સ લિમિટેડની એમડી અને સીઇઓ શ્રી રાજીવ અગ્રવાલ કહ્યું હતું કે, 'અમારાં તમામ ટર્મિનલ પૂર્ણ ક્ષમતાએ કાર્યરત હોવાથી અમારો વ્યવસાય રેકોર્ડ વૃદ્ઘિ કરી રહ્યો છે. થર્ડ-પાર્ટી વ્યવસાયોમાં નોંધપાત્ર વધારો અને અમારાં એન્કર ગ્રાહકોની ક્ષમતામાં વધારો વોલ્યુમમાં વૃદ્ઘિ માટે મુખ્ય પરિબળ છે. અમે સરેરાશ સેકટોરિયલ વૃદ્ઘિદરથી સતત વધારે વૃદ્ઘિ કરી છે અને માર્ચ, ૨૦૨૦ સુધીમાં અમારો લક્ષ્યાંક હાંસલ કરવાનો અમને વિશ્વાસ છે.

 એસ્સાર પોર્ટસ ભારતમાં ખાનગી ક્ષેત્ર નું સૌથી મોટું પોર્ટ અને ટર્મિનલ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંની એક છે. કંપનીએ ભારતનાં ત્રણ રાજયોમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાના પાંચ પોર્ટ વિકસાવવામાં રૂ. ૧૧હજાર કરોડનું રોકાણ કર્યું છે. એની હાલની કામગીરી ચાર ટર્મિનલમાં ફેલાયેલી છે, જેની સંયુકત ક્ષમતા ૧૧૦ એમટીપીએ છે, જે ભારતની પોર્ટ ક્ષમતામાં અંદાજે પાંચ ટકા હિસ્સો ધરાવે છે. કંપની નોન-કન્ટેનરાઇઝ બલ્ક કાર્ગો સ્પેસમાં લીડર છે.

એસ્સારનાં તમામ પોર્ટના ટર્મિનલ પર અત્યાધુનિક કાર્ગો સંચાલન માળખાગત સુવિધાનો ઉપયોગ થાય છે અને નજીકથી મધ્યમ ગાળામાં બમણી ક્ષમતા સાથે સજ્જ છે. એટલે કંપનીએ કાર્ગો થુપૂટ વધારવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારત સરકારના વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશમાં પોર્ટ ક્ષમતા વધારીને ૩,૧૩૦ એમટી કરવાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પાર પાડવામાં અર્થસભર પ્રદાન કર્યું છે.

 ભારતની બહાર એસ્સાર પોર્ટની મિલકતમાં બ્રિટનમાં લિકિવડ ટર્મિનલ અને મોઝામ્બિકનાં બેરા પોર્ટ પર વિકાસનાં તબક્કામાં કોલસાની ગોદી સામેલ છે.

(11:17 am IST)