Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાવનગરમાં દવાના વેપારી લોહાણા કિર્તીભાઇ રેલીયાનો ફલેટની ગેલેરીમાંથી ઝંપલાવી આપઘાત

ભાવનગર : શહેરના વાઘાવાડી રોડ, ગુલીસ્તાનની સામે આવેલ અહમ કોમ્પલેક્ષમાં ચોથા માળે રહેતા અને દવાના હોલસેલ વેપારી લોહાણા કિર્તીભાઇ વ્રજલાલ રેલીયા ઉ.વ.પ૦ એ તેના ફલેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આપઘાત કરનાર વેપારીએ બિમારીથી કંટાળી આ પગલુભર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે એ ડિવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:16 am IST)
  • બિહારમાં એક સાથે ત્રણ જગ્યાએ સરકારી નોકરી કરતો હતો નટવરલાલ એન્જીનીયર :30 વર્ષ બાદ થયો ચોંકાવનારો ખુલાસો ;કિશનગંજના મકાન વિભાગના સહાયક પદે કાર્યરત સુરેશ રામ એક સાથે ત્રણ ત્રણ જિલ્લામાં અલગ અલગ વિભાગોમાં નોકરી કરતો અને પગાર લેતો હતો :સુરેશ રામ કિશનગંજ સહીત સુપૌલમાં જળસંસાધન વિભાગ પૂર્વી તટબંધ ભીમનગર અને બાંકામાં જળસંસાધન વિભાગમાં અવર પ્રમંડળ બેલહરમાં પણ આ સહાયક તરીકે કાર્યરત હતો access_time 1:02 am IST

  • આઈએનએકસ મિડીયા કેસમાં ચિદમ્બરમની અરજી ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શ્રી ગોગોઈએ સાંભળી નથી હવે સુનાવણી ૨૩ ઓગષ્ટે થશે : ચિદમ્બરમને હાજર થવા સીબીઆઈ દ્વારા નવા કાનુની પગલા તોડાઈ રહ્યા છે : ચિમ્બરમ ભારે મુશ્કેલીમાં access_time 6:28 pm IST

  • સાંજે ૬ વાગ્યે સુપ્રિમ કોર્ટમાંથી પી. ચિદમ્બરમને ઝટકો : ઈડીના કેસમાં ૨૭મીએ હાથ ધરાશે સુનાવણી : બંને પક્ષોની દલીલો પૂર્ણ : સીબીઆઈએ ૫ દિવસના રીમાન્ડની કરી માંગ : ચિદમ્બરમ કેસમાં થોડીવારમાં સીબીઆઈ કોર્ટ સંભળાવશે ફેંસલો : ચિદમ્બરમની અરજી પર ૨૭ ઓગષ્ટે સુનાવણી થશે access_time 6:15 pm IST