Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

તળાજામાં આઠમની ઘરકી ત્રણ હજાર કિલો સેવ વેચાઇ, તૈયાર વસ્ત્રોની ખરીદી લાંબા સમયથી મંદીનો માર સહન કરતા વેપારીઓને ઓકિસજન મળ્યો

ભાવનગર તા.૨૨: તળાજામા બે દિવસથી શ્રાવણમાસના મુખ્ય તહેવારને ઉજવવા બજારમાં ભીડ દેખાઈ રહીછે. શેત્રુંજી ડેમભરાયો નહોય ખેડૂતોને ચિંતા વરસ કેવું જશે તે સતાવી રહીછે.તેની વચ્ચે બળેવથી કરિયાણા,ફરસાણ અને રેડીમેઈડ વસ્ત્રની ઘરાકી જોવા મળી રહીછે.

સૌથી વધુ તહેવારો ધરાવતો શ્રાવણમાસના મુખ્ય સાતમ આઠમના તહેવાર ને ઉજવવા માટે તળાજા ના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયોછે. લાંબા સમયથી બેકારી અન મંદી ભરડો લઈગઈ હતી તેવાં માહોલ વચ્ચે આ તહેવારોમાં પહેલાજેવી નહિ તેમ છતાંય વેપારીઓને ઓકિસજન પૂરો પાડે તેવી દ્યરાકી બજારમાં નીકળીછે.

સાતમના તહેવારને લઈ ફરસાણની દ્યરાકીમાં સૌથીવધુ સેવની છે. ફ્રુટ,બકાલુ કે સિઝનેબલ વ્યવસાય કરતા લોકો બે દિવસ સેવની દ્યરાકી હોય નીકળતી હોય સેવના વેંચાણમાં લાગી ગયા હતા.

ફરસાણની દુકાનો પર વિવિધ પ્રકારની સેવ બનાવવા માટે સતત તાવડાઓ શરૂ દેખાયા હતા.બે દિવસમાં હજારો કિલો સેવ તળાજાની બજારમાંથી છૂટક અને હોલસેલ પેકિંગમાં વેચાઈ હતી.સાથે સેવના ભાવમાં દ્યટાડો કરવામાં આવ્યો હતી. રૂપિયા ૧૫૦ ના બદલે ૧૨૦ ના ભાવે વેચાઈ હતી. મોટા મોટા વાસણમાં ભરીને બજારમાં સેવ વેચાતી હતી.

બે દિવસથી તૈયાર વસ્ત્રોની દુકાનોમાં પણ ઘરાકી નીકળી હતી.જેમાં આજે વધારો થયો હતો.તહેવાર ની ઉજવણી રોડવાઈ જાય તેવુ વલણ ગ્રાહકોનું વેપારીઓ અનુભવતા હતા. તેમ છતાંય વેપારીઓ નું કહેવું હતુંકે કેટલાંય દિવસથી મંદીના માહોલ વચ્ચે ઓકસીજન મળી ગયો કહેવાય.

(11:13 am IST)