Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વાંકાનેરના નવા ઢુવામાં જાહેરમાં જૂગાર રમતા ૮ શખ્સો પકડાયા

વાંકનેર તા. રર :.. વાંકાનેરના નવા ઢુવા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ વાંકાનેરના નવા ઢુવા ગામે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પીએસઆઇ બી. ડી. પરમાર તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા ભીમજી રમેશ કોળી, હસમુખ રઘુભાઇ કોળી, શામજી કોળી, અરવિંદ મોહન ડાભી, દિનેશ ભગવાનજી ડાભી, મગન શામજી ડાભી, નારૂભાઇ નાનજીભાઇ ભરવડા તથા વિષ્ણુ રામજીભાઇ કોળી રે. બધા ઢુવા નવાને રોકડ રૂ. ર૩૭૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:12 am IST)