Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મોરબીમાં કરોડોના સરકારી કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી 13,60 કરોડની છેતરપીંડી કરનાર ડોકટરના રિમાન્ડ મંજુર

ડો. વસંત ભોજવિયાને તા. ૨૯ સુધી પોલીસ રિમાન્ડ: અન્ય આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકી જેલહવાલે

 

મોરબીના પટેલ વેપારીને સરકારના કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને કલેકટર તેમજ વિવિધ સરકારી હોદાના સ્વાંગ રચીને પાંચ શખ્શોએ વેપારી પાસેથી ૧૩.૬૦ કરોડ રૂપિયા પડાવી છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદની તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સોપવામાં આવી હોય જેમાં બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે અને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરોપી ડોક્ટરને તા. ૨૯ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે જયારે અન્ય આરોપીને જેલહવાલે કરાયો છે

મોરબીના શનાળા રોડ પરના ઉમિયાનગર દ્વારકેશ એપાર્ટમેન્ટના રહેવાસી વિજયભાઈ નાથાભાઈ ગોપાણીએ પોલીસમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવીયા રહે મૂળ ખાખરેચી તા. માળિયા તથા અમદાવાદ, પ્રદીપકુમાર કારેલીયા મૂળ જેપુર તા. ગોંડલ તથા દિલ્હી, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ અને રચના સિંધ એમ પાંચ શખ્શોએ ગુનાહિત કાવતરું રચીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી આચરી છે જેમાં સરકારમાંથી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને વિવિધ સ્થળે અને સમયે મળીને કુલ ૧૩.૬૦ કરોડ રૂપિયા પડાવી લીધા બાદ વેપારીને છેતરપીંડી થઇ હોવાનું માલૂમ પડતા તેને મામલે ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને કરોડોની છેતરપીંડી પ્રકરણની તપાસ એસઓજી ટીમને સોપવામાં આવી હોય

જેમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમે કરોડોની છેતરપીંડી પ્રકરણમાં આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીને ઝડપી લેવાયા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં આરોપી ડોક્ટર વસંત કેશુભાઈ ભોજવિયાને તા. ૨૯ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયો છે જયારે અન્ય આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીને જેલહવાલે કરવામાં આવ્યો છે

(12:06 am IST)