Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વાંકાનેરમાં મિલ સોસાયટી ગુ,હા,બોર્ડના રહેણાંકમાં જુગાર રમતા 19 શકુનિઓ ઝડપાયા :5,69 લાખનો મુદામાલ જપ્ત

 

વાંકાનેર સીટી પોલીસે મિલ સોસાયટી ગુ.હા.બોર્ડમાં આવેલ રહેણાંક મકાનથી ૧૯ શકુનીઓને .૬૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. એચ.એન.રાઠોડની સૂચનાથી પી.એસ.આઈ. પી.સી. મોલિયા,અમૃતભાઈ પટેલ, કિરીટસિંહ ઝાલા, અશ્વિનભાઈ ચાવડા, અરવિંદભાઈ ઓળકિયા, સંજયસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વડગામા સહીતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર મિલ સોસાયટી ગુ.હા.બોર્ડમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ગુ.હા. બોર્ડમાં રહેતા મધુભા ધેલુભા ઝાલાના રહેણાંક મકાનમાં જુગાર રમતા મધુભા ઘેલુભા ઝાલા, સિદ્ધરાજસિંહ હેમંતસિંહ ઝાલા, મયુરસિંહ ઘર્મેન્દ્રસિંહ ઝાલા, પારસભાઈ ઉર્ફે ભજી ભરતભાઈ મકવાણા, પ્રધુમનસિંહ કૃષ્ણસિંહ રાઘવ, રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ ઝાલા,રમેશભાઈ જેઠાભાઈ જેત્રોજા, સલીમભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા, સાગરભાઈ પ્રદીપભાઈ બુદ્ધદેવ, સુનીલભાઈ દેવજીભાઈ અઘારા, હકાભાઇ હીરાભાઈ વીજવાડીયા, રાજેશભાઈ નાનજીભાઈ જીજવાડીયા, વિરલભાઈ પ્રદીપભાઈ બુદ્ધદેવ, ધર્મેશભાઈ વિનોદભાઈ કલોલા, પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, પાર્થગીરી પંકજગીરી ગૌસ્વામી, ધર્મેશભાઈ વીરેન્દ્રભાઈ ગૌસ્વામી, દેવાભાઈ કાલદેભાઈ ઉર્ફે કાળાભાઈ સોલંકી અને નીરવભાઈ સૂર્યકાંતભાઈ જોષીને કુલ મુદામાલ રૂ,,૬૯,૦૦૦ સાથે વાંકાનેર પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:19 am IST)