Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મોરબીમાં જુગારના બે સ્થળોએ દરોડા :છ પતાપ્રેમીઓ પકડાયા

 

મોરબી બી ડીવીઝન પોલીસે બે અલગ અલગ સ્થળે જુગારના દરોડામાં શખ્સોને જુગાર રમતા ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચેતનભાઈ મનસુખભાઈ માંગરિયા અને જુસબભાઈ તાજમહમદભાઈ ભટીને રોકડ રકમ રૂ.૨૮૮૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 બીજા બનાવમાં મોરબીના લાભનગર નજીક મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ વડલકીયા, જયસુખભાઈ મનસુખભાઈ વડલકીયા, વિપુલભાઈ ત્રિભોવનભાઈ વડલકીયા અને નરેન્દ્રભાઈ અભેસંગભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૮૫૫૦ સાથે સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(12:14 am IST)