Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વાંકાનેરના વરડુંસરમાં અને ટંકારાના ઘુનડા ગામે જુગાર દરોડા :12 શકુનિઓ ઝડપાયા

બંને દરોડામાં કુલ 38 હાજરીથી વધુની રોકડ રકમ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે વરસુંડર ગામમાં દરોડો કરીને જાહેરમાં જુગાર રમતા પરબતભાઈ ખોડાભાઈ નંદાસીયા, ભાવુભાઈ પ્રભુભાઈ સેવારીયા, મનુભાઈ પ્રભુભાઈ નંદાસીયા, હમીરભાઈ વાલજીભાઈ સેવારીયા અને હર્ષદ જકશીભાઈ કોળી (રહે બધા વરડુંસર )ને ઝડપી લઈને રોકડ રકમ ૧૩,૬૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

   ઉપરાંત ટંકારાના ઘુનડા (ખા.) ગામે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા ટંકારા પોલીસે દરોડો કરતા જુગાર રમી રહેલા મહેશભાઈ ઠાકરશીભાઈ કાસુન્દ્રા, રોહિતભાઈ રમેશભાઈ કાસુન્દ્રા, આકાશભાઈ મનસુખભાઈ કાસુન્દ્રા, ઉદયભાઈ પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા, અશ્વિનભાઈ જયસુખભાઈ ફેફર, કૌશિકભાઈ કાનજીભાઈ જીવાણી અને રવિભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૨૫૦ જપ્ત કરી છે

(12:05 am IST)