Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મોડાસાના મંદિરમાં ગાંજા સાથે સાધુ અને અન્ય એક શખ્શની અટકાયત

અરવલ્લીના મોડાસામાં મંદિરની આડમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. મોડાસા માઝૂમ નદી કિનારે આવેલા રેપડીમાંના મંદિરે નશાનો કારોબાર ચાલતો હતો. જિલ્લા SOGની ટીમે 1.50 ગ્રામ ગાંજા સાથે સાધુ અને અન્ય શખ્સની અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે

(11:25 pm IST)