Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજસ્થાનથી કચ્છ દારૂની હેરાફેરીનો પર્દાફાશ :હળવદ નજીક દૂધના ટેન્કરમાંથી 450થી વધુ દારૂની પેટીનો જથ્થો ઝડપાયો

 

મોરબી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરફેર રોકવા પોલીસની ટીમની દોડધામ દરમિયાન રાજસ્થાનથી કચ્છ જતા દુધના ટેન્કરમાં ભરેલો લાખોની કીમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં હળવદ પોલીસની ટીમને સફળતા મળી છે

  રાજસ્થાનથી કચ્છ તરફ દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોય જે બાતમીને આધારે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી હળવદ પીઆઈ એમ.આર સોલંકીની ટીમે વોચ ગોઠવી હતી હળવદના શક્તિનગર નજીક ટીમે સવારથી વોચ ગોઠવી બેઠા હોય અને સાંજના સુમારે શંકાસ્પદ ટેન્કર નુ જીજે ૩૬ ટી ૭૧૩૦ પસાર થતા તેને આંતરી લેવામાં આવ્યું હતું

  ટેન્કરની તલાશી લેતા દુધને બદલે ટેન્કરમાંથી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જેમાં ૪૫૦ થી વધુ દારૂની પેટી લાખોની કીમતનો દારૂનો જથ્થો ટેન્કરમાંથી મળી આવ્યો હતો જોકે હાલ પોલીસ વિદેશી દારૂ સહિતના મુદામાલની ગણતરી કરી રહી છે પરંતુ લાખોનો દારૂ અને ટેન્કર મળીને ૩૫ લાખથી વધુની કીમતનો જથ્થો જપ્ત કરાયો છે તેમજ ટેન્કર ચાલક લડ્ડુરામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે

 

(10:51 pm IST)