Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જામનગરમાં બ્રાસનો માલ ખરીદી પૈસા ન ચુકવીને રૂ.૯.૭પ લાખની છેતરપીંડી

જામનગર, તા.૨૨: અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ શામજીભાઈ માલાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર પટેલ એસ્ટેટ જે.ડી.એન્ટરપ્રાઈઝ ના નામથી ફરીયાદી વિનોદભાઈ કારખાનું ધરાવે છે અને પોતાના કારખાનામાં વોટર ટેંકને લગતા બ્રાસપાર્ટની ચીજ વસ્તુ બનાવી વેપાર ધંધો કરતા હોય સને ર૦૧પ ના વર્ષમાં આ કામના આરોપી ચંદ્રકાંત મહાદેવજી મોરે એકવા મરીન વોટર ટેંક એલ.એલ.પી. કુંડલાવાડીયાચીખલી,  રે. પૂણે(મહારાષ્ટ્ર)ના માલીકે મોબાઈલ ફોન ઉપર ફરીયાદી વિનોદભાઈનો કોન્ટેક કરી બ્રાસના માલની ખરીદી બાબતે ચર્ચા કરતા ફરીયાદી વિનોદભાઈએ પોતાના કારખાનામાં બનતી ચીજવસ્તુના ફોટાઓ પાડી આ કામના આરોપી ચંદ્રકાંતભાઈને વોટસેપ ઉપર મોકલતા આ કામના આરોપી ચંદ્રકાંતને વોટર ટેંકની આઈટમો પસંદ પડતા ફરીયાદી વિનોદભાઈ સાથે માલની લેતીદેતીનો વ્યવહાર શરૂ કરી  વિશ્વાસમાં લઈ તા.ર૬–૩–ર૦૧૬ થી તા.પ–૧૦–ર૦૧૬ સુધીમાં બ્રાસના કનેકટર વાલ્વ નંગ–૧૪૦૦૦/– તથા બ્રાસની નીપલ નંગ–૧૪,૦૦૦/– તથા પ્લાસ્ટીકના વાલ્વ નંગ–૧૩,૦૦૦/– મળી કુલ ૧ર,પ૪,૬૦૦/– નો માલ ખરીદ કરી તે પૈકી ૩,૦૦,૦૦૦/– ચુકવી આપી બાકીના રૂ.૯,૭પ,૬૦૦/– ચુકવી આપવા બહાના બતાવી તે રકમ આજદિન સુધી ન ચુકવી ફરીયાદી વિનોદભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૦૧૮ના રણજીત રોડ, નવીવાસ મસ્જીદ પાસે, આ કામના આરોપીઓ મનોજ જસવંતગીરી ગોસ્વામી, મનજીભાઈ ગોવીંદભાઈ માંડલીયા, રે. જામનગરવાળાઓ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લી મટકાના આંકડા લખેલ સ્લીપ નંગ–૧ તથા બોલપેન –૧ તથા રોકડા રૂ.૧૧ર૭૦/–ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

રોનપોલીસ નામનો જુગાર રમતા છ ઝડપાયા

જામનગરઃ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ અલ્તાફ તારમામદભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૦૧૮ના આણદપર ગામ તરફ જતા રોડ ઉપર આ કામના આરોપીઓ હિતેષભાઈ કાકુભાઈ સોડવરીયા, સંજયભાઈ ભગવાનભાઈ ઢોલરીયા, યોગેશભાઈ કેશુભાઈ પીપળીયા, શૈલેષભાઈ ભુરાભાઈ ભાલારા, હિતેષભાઈ મનસુખભાઈ આશોદરીયા, ધવલભાઈ રમેશભાઈ આશોદરીયા રે. ભવનાથ પાર્ક, રાજકોટવાળાઓ જાહેરમાં મહિંદ્રા જીતો (છોટા હાથી) ગાડી નં. જી.જે.૦૩ બીવી પ૩૧પ માં ગંજીપતાના પાના વડે તિનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા રોકડા રૂપિયા ૧રર૦૦/– તથા ગંજીપતાના નંગ – પર તથા મહિંદ્રા જીતો ગાડી રૂ.૧,૦૦,૦૦૦/– સાથે કુલ મુદામાલ કિંમત રૂ.૧૧રર૦૦/–સાથે ઝડપાઈ ગયેલ છે.

બાળકનું સારવાર દરમ્યાન મોત

જામનગર : લાલપુર તાલુકાના પીપરગામે રહેતા કાળુભાઈ મોટાભાઈ બાંભણીયા ઉ.વ.૩૦, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૮–ર૦૧૮ના આ કામે મરણ જનાર મુન્નો કાળુભાઈ ઉ.વ.૧ દિવસ, રે. નવીપીપરગામ તા.લાલપુર, જિ. જામનગરવાળાને આ કામે જાહેર કરનાર  કાળુભાઈના પત્ની હીરલબેનને સાતેક માસનો ગર્ભ હોય અને પેટમાં દુઃખાવો ઉપડતા સારવારમાં લાલપુર દવાખાને લઈ જતા ત્યાં બાબાનો જન્મ થતા બાબાની તબીયત સારી ન હોય વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.(૨૩.૧૧)

(4:09 pm IST)