Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જામનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ શખ્સો ૧. ૧ર લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગર, તા. રર : જામનગરના જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલને મળેલ બાતમી હકીકત આધારે, જામનગર શહેરમાં ઘાંચીની ખડકી બહાર, સાઇડાડાની દરગાહ પાસે રહેતા જાવીદ ઉર્ફે બાપુ અમીરમીયા બુખારી સૈયદના મકાનમાં ચાલતા ઘોડી પાસાના જુગારના અખાડામાંથી નીચે લખ્યા નામ વાળા ઇસમોને પકડી પાડી તેના કબ્જામાંથી રોકડ રૂ. પર,ર૦૦ તથા એક મારૂતી જૈન કાર તથા ઘોડી પાસાના પાસા મળી કુલ રૂ. ૧,૧ર,ર૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂદ્ધ પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાની ફરીયાદ આધારે પો.સબ ઇન્સ.શ્રી કે.કે. ગોહીલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ રેઇડ દરમ્યાન નાશી જનાર આરોપી યુસુફ ઉર્ફે ભૂરો વાહીદભાઇ સમા રહે. ઘાંચીવાડ, જામનગર વાળાને ફરારી જાહેર કરેલ છે.

(૧) જાવીદ ઉર્ફે બાપુ અમીરમીયા બુખારી સૈયદ રહે. ઘાંચીની ખડકી-જામનગર, (ર) મુસ્તાક મહમદહુશેનભાઇ કાદરી રહે. શંકરટેકરી-મામદશાપીરની દર્ગા પાસે-જામનગર, (૩) આરીફ ઇબ્રાહીમભાઇ સમા રહે-ગુલાબનગર હુશેની ચોક-જામનગર (૪) સલીમ જુમાભાઇ માજોઠી રહે-બર્ધન ચોક મણીયાર શેરી-જામનગર (પ) રામ રણમલભાઇ મોઢવાડીયા રહે-ગામ-નાઘેડી, તા.જી. જામનગર (૬) હુશેન રજાકભાઇ મેમણ રહે. ઘાંચીવાડ-જામનગર (૭) દિનેશભાઇ ઓધવજીભાઇ પંડીયા રહે-ગોકુલનગર-જામનગર.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ. ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.વી. વાગડીયા, કે.કે. ગોહિલ તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રામદેવસિંહ ઝાલા, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, મીતેશભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, દિનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૮.૧૪)

(4:08 pm IST)