Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ચલાલામાં વિશ્વ સિંહ દિવસ-સ્વતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ

ચલાલા તા.૨૨: અહિની એમ.કે.ચંદારાણા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે રાજય સરકારના સિંહ બચાવો અભિયાન અંતર્ગત પ્રિન્સિપાલ મુમતાઝબેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ સાથે વિદ્યાર્થીની બહેનો દ્વારા સૌરાષ્ટ્રના આભૂષણ ગણાતા એવા સિંહોના સરક્ષણની પ્રતિજ્ઞા લઇ જાહેર માર્ગો પર સિંહના મોહરા પહેરી સૂત્રોચ્ચાર કરી ઠેર ઠેર રેલી કાઢીને  લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામા આવ્યો.

ઉપરાંત તા. ૧૫ના રોજ શાળામાં ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી. આ કાર્યક્રમમાં  નગર પાલિકાના પ્રમુખ હિમ્મતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા, પ્રકાશભાઇ કારિયા, બિચ્છુભાઇ માલાની ઉપસ્થિતિમાં હિમ્મતભાઇ દોંગાના હસ્તે રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરી સલામી આપી વંદેમાતરમ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.

ત્યારબાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે રંગરંગ કાર્યક્રમ, દેભકિત ગીતો અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહથી ભાગ લીધેલ. નગરપાલીકાના પ્રમુખશ્રી દ્વારા વિદ્યાર્થીની બહેનોને રૂ.૨૫૦૦/-ની પ્રોત્સાહિત સ્વરૂપે ભેંટ આપવામા આવેલ.

કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામા આવેલ.(૧૧.૪)

 

(11:58 am IST)