Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મોરબીમાં આફત સામે જાગૃતિ

મોરબીઃ સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં એનડીઆરએફ ટીમ ગાંધીનગર દ્વારા કુદરતી અને અકસ્માત કે અન્ય આપત્ત્િ। સમયે શું શું કરવું જોઈએ તે અંગે જાણકારી અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટીમના ઇન્સ્પેકટર સોલંકી દ્વારા વિસ્તારપૂર્વક ભૂકંપ કે પાણી અથવા અન્ય આપાતજનક પળે શું કરવું ? કેવી રીતે કરવું ? વગેરે માર્ગદર્શન વૈજ્ઞાનિક પદ્ઘતિઓ અને પ્રયોગાત્મક રીતે ડેમોસ્ટ્રેશન કરીને બતાવ્યું હતું. એનડીઆરએફ ટીમના યાદવ અને અન્ય યુવાનો દ્વારા બચાવ સમયે વપરાતા વિવિધ સાધનો અને ઉપકરણો બતાવીને તેની કામગીરી સમજાવી હતી સાથે જ દ્યરમાં પડેલ ખાલી બોટલો, થર્મોકોલ વગેરેના ઉપયોગ કેવી રીતે કરીને જાતને તેમજ અન્યને બચાવી સકાય તેની માહિતી આપી હતી કોલેજના આચાર્ય દ્વારા એનડીઆરએફ ટીમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો માર્ગદર્શન તથા નિર્દેશન કરવામાં આવ્યુ તે તસ્વીર.(૨૩.૭)

(11:58 am IST)