Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જામનગરઃ મકવાણા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

 જામનગરઃ શ્રી મકવાણા પ્રાથમિક શાળા તા.જી. જામનગર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. ૨૬ વિદ્યાર્થીઓ ધરાવતી નાનકડી એવી શાળાના તમામ બાળકોએ નાની-મોટી ૧૪ થી ૧૫ સાંસ્કૃતિક કૃતિ રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા. ત્યાર બાદ જામનગર તાલુકામાં છેવાડે આવેલા આ નાના અમથા ખોબા જેવડા ગામમાં જજ, મામલતદાર, ડોકટર, વકીલ, બેંક કર્મચારી, સી.એ., આર્મી, ફોરેસ્ટર, પોલીસ તથા કોર્ટ જેવા વિવિધ સરકારી ક્ષેત્રોના હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારી નવયુવાન ભાઈ-બહેનોને શિલ્ડ એનાયત કરી સન્માનવામા આવ્યા. આ તકે શાળાના શિક્ષકોને પણ ગ્રામ પંચાયત તથા દાતાશ્રીઓએ સન્માનિત કર્યા. બાળકોને લ્હાણી તથા પ્રોત્સાહક ઈનામ આપી સન્માનીત કર્યા. આ કાર્યક્રમ નિહાળવા ગામના ૧૫૦થી પણ વધુ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા. આમ સરપંચ મુકેશભાઈ નડીયાપરા, ઉપસરપંચ વશરામભાઈ ફળદુ, દાતા ભરતભાઈ દાવડ (સી.એ.) તથા વિધ્નેશભાઈ દાવડ તેમજ શાળાના આચાર્ય સંજયભાઈ અજુડિયા, શિક્ષક સંજયભાઈ વિરાણી, ધર્મિષ્ઠાબેન તથા કાજલબેન મકવાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)(૨.૧૧)

(11:57 am IST)