Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ધોરાજીના ધારાસભ્ય વસોયાના આર્થિક સહયોગથી ભુખી ગામે રોગ નિદાન કેમ્પ યોજાર્યોી

ધોરાજી તા.૨૨: ધારાસભ્ય લલીતભાઇ વસોયાને મળતા પગારની રકમ માંથી ધોરાજી ખાતે સ્ટલીંગ હોસ્પિટલનાં ૩ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરો દ્વારા નિદાન-સારવાર કેમ્પ તેમજ ભાદર નદીનાં દુષીત પાણી પીડિત ભુખી ગામ ખાતે ખાસ ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાયો હતો.

ધોરાજી શિવ હોસ્પિટલ ખાતે ડો. રોશન મીસ્ત્રી, ડો. રીશીકેશ કાલરીયા, ડો. તેજસ કરંગીયા દ્વારા ૧૮૫ દર્દીઓનું નિદાન કરાયું હતું. જેમને ફ્રી નિદાન ઉપરાંત લેબોરેટરી ટેસ્ટ અને તમામ દવાઓ નિઃશુલ્ક અપાઇ હતી.

ધોરાજીના દુષીત પાણીથી સમસ્યા ભોગવી રહેલ ભુખી ગામ ખાતે ચામડીના રોગનાં નિષ્ણાંત ડો. નિલેષ કે. જોષીનો ફ્રી નિદાન કેમ્પ, સારવાર તેમજ વિના મુલ્યે દવાઓ ૨૦૦થી વધારે દર્દીઓને આપવામાં આવી હતી.

નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પમાં માજી સાંસદ અરવિંદભાઇ પટેલ, ડો. હાર્દિક સંઘાણી, લલીતભાઇ વસોયા, બાસીતભાઇ પાનવાસા, હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી, અફરોઝભાઇ, મકસુલભાઇ, ઇમ્તીયાઝભાઇ પોઠીયાવાળા,, નયન કુકડીયા, દિલીપભાઇ જાગાણી, વિઠ્ઠલભાઇ હિરપરા, અરવિંદભાઇ કાપડીયા, ગોવિંભાઇ ચાવડા, ગોપાલભાઇ અસાર, ડો. ચીરાગ દેસાઇ, પ્રફુલભાઇ વઘાસીયા, ધર્મેશભાઇ રાજયગુરુ, જબાભાઇ ગરાણા, અભી જાગાણી, જય ટોપીયા સહિત મહાનુભાવો, કાર્યકર્તાઓ હાજર રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.(૧.૨)

(11:55 am IST)