Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મોરબી પંથકમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી : ચાર દરોડામાં ૧૯ પતાપ્રેમી પકડાયા

મોરબી, તા. રર : શહેર અને તાલુકામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ ૪ દરોડામાં ૧૯ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના વનાળીયા ગામે ગતરાત્રીના જાહેરમાં જુગાર રમતા સુખદેવસિંહ બળવંતસિંહ જાડેજા, જુમાભાઇ સુલેમાનભાઇ, યુનુસ હાજી સુમરા, હાજીભાઇ ઇસાભાઇ સુમરા રહે. બધા વનાળીયા તેમજ દિલીપ ગુલાબચંદ દોશી રહે. મોરબીવાળાને તાલુકા પોલીસે ૧પ,૭૦૦ રૂ.ની રોકડ સાથે ઝપી લીધા હતાં.

બીજા દરોડામાં મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શંકર ઉર્ફે શંકો પરષોતમ કગથરા કોળી, વિશાલ રતિલાલ અગેચાણીયા-કોળી, સુનિલ ઉર્ફે સનકો અમરશી કોળી, વિજય ઉર્ફે ઉંદર રમેશ અગેચાણીયા-કોળી, હરેશ વિરજી ડોડીયા-કોળી રહે. તમામ કબીર ટેકરીવાળાને પોલીસે રૂ. પપર૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડામાં મોરબીના ત્રાજપર-ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચંદુભાઇ કોળી, દિલીપ સુરંગભાઇ કોળીને પોલીસે રૂ. ૧પ,૬૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ગણપત ઉર્ફે ધનાભાઇ સવસીભાઇ કોળી, સુરેશ પ્રભુ સુરેલા કોળી, રમેશ કાળુભાઇ કોળી, અકબર મામદ મુલ્લા-મીંયાણા, યુસુફ ઇબ્રાહીમ મોવર-મિંયાણા, હનીફ ઇશાક જામ-મિંયાણા તેમજ અજય ભૂપત પરમાર-દલિતને પોલીસે રૂ. પ૧૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

દારૂ સાથે પકડાયો

મોરબી સામાકાંઠે આવેલ વૃંદાવન સોસાયટીમાં રમેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ જયંતિભાઇ પાડલીયા-પટેલને પોલીસે રૂ. ૧૪પ૦ન ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. (૮.૭)

(11:53 am IST)