Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કચ્છનાં માંડવી તાલુકાના કાઠડા ગામમાં મસ્જીદમાં લાઉડ સ્પીકર વગાડવા મુદે બઘડાટીઃ પ ને ઇજા

ભુજ, તા.૨૨: ગામ માં મરણ પ્રસંગ બન્યો હોવા છતાંયે પરંપરાનો ભંગ કરીને માંડવી ના કાઠડા ગામે લાઉડ સ્પીકર વગાડવા ને પગલે મુસ્લિમ અને ગઢવી સમાજ વચ્ચે બોલાચાલી અને મારામારીને પગલે જૂથ અથડામણ સર્જાઈ હતી. મસ્જિદ માં લાઉડ સ્પીકર વગાડાતાં ગામ ના અન્ય લોકોએ તેમને રોકયા હતા. જેમાં મારામારી થઈ હતી. આ ઘટના માં એક જૂથના હુસેન ઇશાક વાઘેર, ઉંમર હુસેન, ગની હુસેન, ઈલિયાસ હુસેન તેમ જ સામા જૂથ ના હરદાસ શિવજી ગઢવી ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે મુસ્લિમ જૂથના ૩૦ થી ૩૫ અને હિન્દૂ જૂથના ૩૦ થી ૩૫ એમ બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ દાખલ કરાઈ છે.

હવે થી પાંચ ટાઈમ આઝાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કલેકટર અને પશ્યિમ કચ્છ પોલીસને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે હવે થી કાઠડા ગામે પાંચ વખત આઝાન માં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાશે.

ઉશ્કેરણીજનક મેસેજ સામે ફોજદારી માંડવીના કાઠડાના બનાવ બાદ વ્હોટ્સએપ્પ પર ઉશ્કેરણીજનક મેસેજ મોકલવા અંગે માંડવી પોલીસે મુન્દ્રાના સાડાઉ ગામના કાદરશા શેખ, કાઠડાના ફકીરમામદ વાઘેર અને તપાસમાં જે અન્ય નીકળે તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.(૨૨.૬)

(11:53 am IST)