Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વાંકાનેરમાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓઃ સાંજે રફાળેશ્વર મંદિરે બેઠક

યુવરાજ કેસરીસિંહજીનાં માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભકતોનું આયોજન શોભાયાત્રા અને શહેર સુશોભન સહિતના કાર્યક્રમો

વાંકાનેર તા.૨૨: શહેરમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના નેતૃત્વમાં ઉજવાતો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ વર્ષે પણ ધામધુમથી ઉજવવાની તૈયારીના ભાગરૂપે અત્રેના શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે તા. ૨૨ ના સાંજે ૭ વાગ્યે સમિતિના અધ્યક્ષ યુવરાજ શ્રી કેસરીસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં કૃષ્ણ ભકતોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં પરંપરાગત ઉજવાતો જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવી, શહેરને સુશોભન કરવું સહિતની ચર્ચા અને માર્ગદર્શન તથા સુચનો માટે આજે સાંજે ૭ વાગ્યે વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના સર્વે કૃષ્ણભકતો માટેની મીટીંગ શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવી છે.

જેમાં બહોળી સંખ્યામાં સર્વે ભાવિક-ભકતો ને ઉપસ્થિત રહેવા શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તથા યુવરાજ કેસરીસિંહજી ઝાલાએ જાહેર નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે.(૧.૧૩)

(11:53 am IST)