Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ભાજપ અગ્રણી દ્વારા જંગલ વિસ્તારની જમીનમાં ગેરરીતિની તપાસ માટે કોંગ્રેસ દ્વારા સત્ય શોધક સમિતીની રચના

તપાસ અહેવાલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હસ્તક સરકારને સોંપાશેઃ જામજોધપુરની પરવડાની જંગલ વિસ્તારની જમીનમાં ગેરરીતીઃ સમિતિમાં રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, અમીબેન યાજ્ઞિક તથા બ્રીજેશભાઇ મેરાજાનો સમાવેશઃ જંગલ વિસ્તારની જમીન પચાવી પાડવાના પ્રયાસ સામે હાઇકોર્ટમાં પીએલઆઇની ર૮મી ઓગસ્ટના રોજ સુનાવણીઃ વન વિભાગની રક્ષિત જમીનમાં ર૭ દીપડા હજારો હરણો સહિત વન્ય જીવઃ તપાસ અહેવાલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હસ્તક સરકારને સોંપાશેઃ જામજોધપુરની પરવડાની જંગલ વિસ્તારની જમીનમાં ગેરરીતી

પોરબંદર તા.રર : પોરબંદર વિસ્તારનાભાજપના અગ્રણી, ધારાસભ્ય પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખિરીયા દ્વારા જામજોધપુર તાલુકાની પરવડામાં જંગલ ખાતાની જમીનમાં ગેરરીતીની તપાસ માટે કોંગ્રેસ દ્વારા રાજય શોધક સમિતિની રચના કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા જંગલની જમીનમાં જે કૌભાંડ થયું હશે તેની તપાસ કરી અહેવાલ તૈયાર કરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાને સોંપશે અને અમીતભાઇ હસ્તક આ અહેવાલ રાજય સરકારને સોંપીને પગલા લેવા માગણી કરાશ.ે

જામનગર જિલ્લામાં વન વિભાગની જમીનમાંં ગેરરીતી અંગે જિલ્લાના નાગરીકો દ્વારા મળેલી રજુઆતોના આધારે કોંગ્રેસ દ્વારા અહેવાલ તૈયાર કરશે.

તપાસ સમિતિમાં કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતીના કન્વીરપદ ે મધુસુદનભાઇ મીસ્ત્રીની વરણી કરાય છે. સમિતિમાં રાજય સભાના સાંસદ નારણભાઇ રાઠવા, અમીબેન યાજ્ઞીક ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છ.ે

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરવડામાં સર્વે નં.ર૭૮ પૈકી ર૦૦ હેકટર જમીનમાં હાલ વનવિભાગની અનામત કેટેગરીમાં છે અને રેવન્યુ દફતરે તેની નોંધ છ.ે

આ જમીનમાં મોટે પાયે ગેરરીતીનું પ્રાથમીકતામાં જણાય છ.ે સત્ય શોધક સમિતી દ્વારા અંગે અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરશે.

પરવડામાં જંગલ ખાતાની જમીનમાં ગેરીરીતી અંગે હાઇકોર્ટમાં પીએલઆઇ અરજી દાખલ થઇ હતી જેની સુનાવણીમાં ગત ૧૪ ઓગેસ્ટ મુદત પડતા હવે સુનાવણી તા. ર૮મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે. (૬.૧૧)

(11:53 am IST)