Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મીઠાપુર પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજાયો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે મહિલા અધિકારીશ્રી ચન્દ્રકલાબા જાડેજા દ્વારા ગામમાં કાયદો અને વ્યવસ્થા માટે જીઆઇડીસી પાસે આવેલા મીઠાપુર પોલીસ સ્ટેશનના પટાંગણમાં એક મોટો લોકદરબાર યોજવામાં આવ્યો હતો તે વખતની તસ્વીર આ કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ, નગરપાલિકાના સદસ્યો, વિરોધ પક્ષના સભ્યો પત્રકારો તમામ એસોસીએશનને લગતા લોકો વગેરેને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાંજે પ વાગ્યાથી શરૂ કરાયેલ આ લોકદરબાર આશરે દોઢથી બે કલાક ચાલ્યો હતો. આ સમય દરમ્યાન પી.આઇ. શ્રી જાડેજા દ્વારા ઉપસ્થિત રહેલા તમામ વર્ગને કઇ પણ પ્રશ્નો હોય તો જણાવવા કહ્યું હતું. તેમાં દારૂ તથા જુગારની બદી તથા શાળાઓ આસપાસ ફરતા રોમિયો જેવા પ્રશ્ન ઉઠવા પામ્યા હતા. આ તકે આ પ્રશ્નોનો તાત્કાલિક અસરથી નિકાલ લાવવા ખાતી અપાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ દિવ્યે જટણીયા-મીઠાપુર) (૭.ર૪)

(11:53 am IST)