Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આટકોટ પોલીસે જંગવડ ગામે જુગાર રમતા પ શખ્સોને ઝડપી પાડયા : ૬ નાસી ગયા

આટકોટ, તા. રર : જસદણના જંગવડ ગામે આટકોટ પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને પંદર હજારની રોકડ રકમ અને સવા લાખ રૂપિયાના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા હતાં. જોકે આ દરોડા દરમિયાન પાંચ શખ્સો નાસી જતા તેમની પણ ધરપકડ હવે કરાશે.

આ અંગે આટકોટ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ચોક્કસ બાતમીના આધારે જંગવડ ગામની સીમમાં આવેલ ખોડાભાઇ નાજાભાઇ સિદ્ધપરાની વાડીમાં દરોડો પાડતા વાડી માલીક ખોડાભાઇ સિદ્ધપરા ઉ.વ. ૪૦, રે. જંગવડ, કાન્તીભાઇ રાઘવભાઇ રોકડ ઉ.વ. ૪પ રે. પાંચવડા, રવજીભાઇ બાવકુભાઇ કલકાણી ઉ.વ. ૪૯ રે. ગરણી, વિમલ મનસુખભાઇ કલકાણી ઉ.વ. રપ રે. ગરણી, રમેશ છનાભાઇ જુંજરીયા ઉ.વ. ૪પ રે. જંગવડ વાળાની ધરપકડ કરી હતી.

આ દરોડા દરમિયાન નિલેશ કમલેશભાઇ બારોટ રે. પાનસડા, પ્રફુલ ધીરૂભાઇ ખોખરીયા રે. ગુંદાળા, દિનેશ કોળી રે. જંગવડ, મનજી પટેલ રે. જંગવડ, રણુ દરબાર રે. બાબરા અને નિલેશ લાલજીભાઇ લીંબાસીયા રે. ગરણી નાસી ગયા હોય આટકોટ પોલીસે તેમની ધરપકડ કરવા શોધખોળ આદરી છે.

આ અંગે આટકોટ પોલીસના મહિલા એ.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન માઢકે આ આરોપી સામે ફરીયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડામાં આટકોના પી.એસ.આઇ. એ.વી. જાડેજા, ધર્મિષ્ઠાબેન માઢક, નિરવભાઇ વાણીયા, ગોપાલભાઇ ધાધલ, નરેન્દ્રભાઇ બાબરીયા સહિતો પોલીસ સ્ટાફ જોડાય હતો.

આ દરોડા દરમિયાન સોળ હજાર અને ૬ મોટર સાઇકલ જેની કિંમત એક લાખ વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.(૮.૬)

 

(11:52 am IST)