Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જસદણના વિરપરમાં જુગારના અખાડા પર એલસીબી ત્રાટકીઃ ૭ શખ્સો પકડાયા

ગોવિંદ કોળી તેની વાડીમાં જુગાર રમાડતો'તોઃ પર હજારની રોકડ સહિત ૧.૦પ લાખનો મુદામાલ કબ્જે કરાયો

જસદણ, તા., રરઃ જસદણ તાલુકાના વિરપર ગામે વાડીમાં ચાલતા જુગારના અખાડા પર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા, એચસી બ્રિજરાજસિંહ જાડેજા, રવીભાઇ બારડ, પીસી મનોજભાઇ બાયલ, બાલક્રિષ્ણ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, અમુભાઇ વિરડા એમ બધા જુગાર ડ્રાઇવ અનુસંધાને ભાડલા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે ગોવિંદભાઇ લખમણભાઇ સાકળીયા  કોળી રહે. વીરપર ભાડલાવાળા દ્વારા વાડીમાં ચલાવાતા જુગારના અખાડા પર રેઇડ કરી (૧) ગોવિંદભાઇ લખમણભાઇ સાકળીયા જાતે કોળી (ઉ.વ.પર) ધંધો ખેતી રહે. વિરપર (ભાડલા) વાડી વિસ્તાર તા. જસદણ (ર) દિનેશભાઇ ગોવિંદભાઇ ભુવા જાતે પટેલ (ઉ.વ.૪૯) ધંધો ખેતી રહે. ભંડારીયા તા.જસદણ (૩) પરેશભાઇ ભિખુભાઇ પીપળીયા જાતે પટેલ (ઉ.વ.રપ) ધંધો મજુરી રહે. કોઠારીયા ગામ તળ તા. રાજકોટ (૪) રસીકભાઇ બાબુભાઇ ગોરસીયા જાતે પટેલ (ઉ.વ.૩૮) ધંધો ખેતી રહે. રાજપરા તા. કોટડા સાંગાણી (પ) ધર્મેશભાઇ માવજીભાઇ શાપરા જાતે કોળી (ઉ.વ.ર૯)ધંધો ખેતી રહે. ભાડુઇ તા. કોટડા સાંગાણી (૬) લાલજીભાઇ લવજીભાઇ પરમાર જાતે કોળી (ઉ.વ.૩૦) ધંધો ખેતી રહે. વિરપર (ભાડલા) તા.જસદણ તથા (૭) અનીલ ચાવડા રહે. ભાડવા તા. કોટડા સાંગાણીવાળાઓને રોકડ રૂ. પર,૭૪૦ તથા મોબાઇલ નંગ ૮ તથા ૪ મોટર સાયકલ સાથે કુલ મુદામાલ રૂ. ૧,૦૫,૦૦૦ સાથે પકડી પાડી ભાડલા પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે. (૪.૩)

(11:50 am IST)