Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઘેડ પંથકમાં ધોધમાર વરસાદઃ તળાજા-વઢવાણમાં અડધો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાયુ વાતાવરણ યથાવતઃ અનેક જગ્યાએ હળવા-ભારે ઝાપટા

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે બામણાશા-ઘેડ પંથકમાં આજે ધોધમાર વરસાદ પડયો છે. જયારે રાત્રીના તળાજા અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

'અકિલા' લાઇવ  ફેસબુકનાં શ્રોતામિત્ર  આહિર મશરીભાઇએ જણાવ્યું હતું કે, આજે સવારે એકાદ કલાક ધોધમાર વરસાદ બામણાશા અને ઘેડ પંથકમાં પડયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને રાજકોટ-જામનગર હાઇવે ઉપરના ધ્રોલ-પડધરી સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં.

અમરેલી જિલ્લામાં  અનરાધાર વરસાદ વરસ્યો હતો જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. દામનગર, ધામેલ, હાજીરાધાર, આનંદપરા, કંટારા, રંગપર પીપળવા સહિતના અનેક ગામો અને અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ વરસાદથી રોડ-રસ્તા-ગલી-મહોલ્લામાં પાણી ભરાયા હતા જો કે આ ભરાયેલા પાણી જોઇને લોકો આનંદ અનુભવી રહ્યા હતાં. ખેડૂતો મોટા આ જળધાર જીવનધાર હોવાથી તેમની ખુશી તો ચરમ પર હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ ૩૦.પ, લઘુતમ : ૨૫, ભેજ : ૯૩ ટકા, પવન : ૭.૯ રહયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

ભાવનગર

૨મી.મી.

શિહોર

૪ મી.મી.

ઘોઘા

૩ મી.મી.

વલ્લભીપુર

૯ મી.મી.

તળાજા

૧૫ મી.મી.

પાલીતાણા

૫ મી.મી.

ગારીયાધાર

૮ મી.મી.

જેશર

૭ મી.મી.

ઉમરાળા

૩ મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

૪ મી.મી.

ચુડા

૩ મી.મી.

ધ્રાંગધ્રા

૧ મી.મી.

થાનગઢ

૫ મી.મી.

લખતર

૨ મી.મી.

લીંબડી

૪ મી.મી.

વઢવાણ

૧૨ મી.મી.

રાજકોટ

ઉપલેટા

૬ મી.મી.

ગોંડલ

૧ મી.મી.

અમરેલી

અમરેલી

૬ મી.મી.

બાબરા

૨ મી.મી.

બગસરા

૨ મી.મી.

લાઠી

૬ મી.મી.

લીલીયા

૨ મી.મી.

વડિયા

૬ મી.મી.

ગીર સોમનાથ

વેરાવળ

૧ મી.મી.

કોડીનાર

૫ મી.મી.

જુનાગઢ

માંગરોળ

૪ મી.મી.

જામનગર

જામનગર

૩ મી.મી.

પોરબંદર

રાણાવાવ

૧ મી.મી.

(11:50 am IST)