Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

લોધીકાના ચીભડા ગામની સીમમાં જુગારનો હાટડો ચાલતો'તો : રાજકોટના ૧૦ શખ્સો પકડાયા

ગોવિંદ ગોંડલિયા તેની વાડીમાં જુગાર રમાડતો'તો : ૪.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૨ : લોધીકાના ચીભડા ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા પર લોધીકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા રાજકોટના ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાના હુકમથી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ તરફથી દારૂ જુગારની બદૃી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે એ.એસ.આઇ ગજરાજસિંહ ચંદુભા જાડેજાની બાતમી અન્વયે લોધીકાના પો.સબ.ઇન્સ. એચ.પી.ગઢવી, એ.એસ.આઇ. ગજરાજસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. વલ્લભભાઇ મગનભાઇ ઝાપડીયા, ખોડુભા વિક્રમસિંહ જાડેજા, પો.કોન્સ. જીગ્નેશભાઇ ગોરધનભાઇ રાજપરા, વિનોદભાઇ હકુભાઇ લાલકીયા, સાગરભાઇ મનસુખભાઇએ બાતમી વાળી ચીભડા ગામની સીમમા ગોવિંદભાઇ સવજીભાઇ ગોંડલીયા વાળાની વાડીએ રેઇડ કરતા વાડીના મકાનમાંથી જુગાર રમતા ૧૦ ઇસમો (૧) ગોવિંદભાઇ સવજીભાઇ ગોંડલીયા રહે.હાલ-રાજકોટ રૈયા ચોકડી શીવમ પાર્ક શેરી નં.૧ મુળ રહે.ચીભડા તા.લોધિકા જી.રાજકોટ(૨) જીજ્ઞેશભાઇ ગીરધલાલ રાચ્છ.રાજકોટ બેડીનાકા ઇન્દ્ર એપાર્ટમેન્ટની બાજુમા (૩) રમેશભાઇ ગગજીભાઇ ગોહેલ રહે.રાજકોટ મોચી બજાર ભીડભજંન (૪) જશંવતસિંહ કરણસિંહ બેશ રહે.રાજકોટ બજરંગવાડી રાજીવનગર ભાડેથી (૫) અશોકભાઇ ગગજીભાઇ ગોહેલ રહે.રાજકોટ દાણાપીઠ (૬) મહેન્દ્રભાઇ રતીલાલભાઇ ઢકાણ રહે.રાજકોટ રૈયા ચોકડી ચંદન પાર્ક શેરી નં.૬ (૭) સંજયભાઇ મોહનભાઇ ભાલોડીયા રહે.રાજકોટ યુનિવર્સીટી રોડ, કૈલાશ પાર્ક (૮) વંસતભાઇ રામચંદ્રભાઇ મદનાણી રહે.રાજકોટ જામનગર રોડ, પરસાણાનગર (૯) આનંદભાઇ વિનોદરાય ભીંડા રહે.રાજકોટ ગાંધીગ્રામ વંસત પુષ્પ ફલેટ નં.૩૦૨ તથા (૧૦) મહેન્દ્રભાઇ છગનભાઇ ઢોલરીયા રહે.રાજકોટ યુનિ. રોડ, પાટીદાર રેસીડેન્સી બ્લોક નં.સી-૧ વાળાઓને કૂલ રોકડ રૂ.૩૬,૬૪૦ વાહનો નંગ-૬ કિ.રૂ.૩,૬૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૨,૧૦૦મળી કુલ રૂ.૪,૨૮,૭૪૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી.(૨૧.૧૬)

(11:49 am IST)