Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઢાંકની ગોધાણી શેરીમાં PGVCL નો પોલ પડુ-પડુ કરે છે!! અને તંત્ર રાહ જુએ છે!!

સરપંચ દ્વારા અનેક રજુઆતો છતા અધિકારીઓ પીગળતા નથી

ઢાંક તા.૨૨ : ઉપલેટા તાલુકાના ઢાંકમાં ગામની અંદર દરેક સોસાયટીઓમાં જુના લોખંડના પોલ છે. તેની બાજુમાં સિમેન્ટના પોલ ઉભા કરવાની કામગીરી આશરે ર થી રાા વર્ષ પહેલાા કરવામાં આવી હતી પરંતુ જુના લોખંડના પોલમાંથી સિમેન્ટના પોલમાં કેબલ-વાયરીંગ કરવામાં આટલો સમય થવા છતા તંત્ર દ્વારા સિમેન્ટના પોલમાં કેબલ બદલી જુના લોખંડના પોલ કાઢી નાખવામાં કયો ગ્રહ નડતો હશે! તેમ ગામના લોકોમાં ચર્ચાઇ રહયું છે.

જેમાં ગોધાણી શેરીમાં લોખંડનો પોલ ગમે ત્યારે ટુટી પડે એમ છે, પોલ નીચેથી એકદમ જર-જરીત હાલતમાં પડવાની રાહ જોઇને બાજુના સિમેન્ટના પોલ સાથે બાંધેલ હાલતમાં નજરે પડે છે. તો શું તંત્ર આ પોલ પડવાની રાહ જોતું હશે! આ પ્રશ્ને ઢાંકના યુવા સરપંચ બદરૂભાઇ એન.માંકડ દ્વારા અવાર-નવાર લેખિત મોૈખિક રજુઆત કરવા છતા કોઇ જાતના પગલા લેવામાં આવેલ નથી જર્જરીત થયેલ આ લોખંડનો પોને હટાવવામાં નહિ આવે તો અત્યારે ચોમાસની સીઝનમાં વીજ પોલ ગંભીર અકસ્માત સર્જી કે છે તો તેની જવાબદારી કોની તેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉઠવા પામ્યો છે. વહેલી તકે આ પોલી કાઢીને બાજુમં સિમેન્ટ પોલમાં કેબલ ફીટ કરવા ઢાંકના સરપંચ બદરૂભાઇ એન. માંકડ દ્વારા જોરદાર માંગણી કરવામાં આવી છે.(૧.૨)

(10:26 am IST)