Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જુનાગઢ નોબલ ગૃપ ઓફ ઇન્સ્ટિટયુશન ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા -વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં સેમીનાર

જુનાગઢઃ બામણગામ સ્થિત નોબલ ગૃપ ઓફ ઇન્સ્ટિટયુશન ખાતે નેશનલ એજયુકેશન પોલીસી માહીતી સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ મંત્રી (રાજયકક્ષા) વિભાવરીબેન  દવે અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જેમાં તેઓએ નેશનલ એજયુકેશન પોલીસી વિશે વિસ્તૃત માહીતી આપી હતી. આ સેમીનારમાં જુનાગઢ શહેર અને જુનાગઢ જીલ્લાના દરેક કોલેજ અને સ્કુલના સંચાલક મંડળના સભ્યો તેમજ પ્રિન્સીપાલશ્રીઓ પણ ઉપસ્થિત રહયા હતા. સફળ આયોજન માટે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુશનના પ્રેસીડેન્ટ નિલેશભાઇ ધુલેશીયા, વાઇસ પ્રેસીડેન્ટ ગિરીશભાઇ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી વી.પી.ત્રિવેદી, કો.મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી.પંડયા સર્વે લોકોનો આભાર વ્યકત કરેલ. આ સમગ્ર સેમીનાર દરમ્યાન કોરોના ગાઇડ લાઇનનું સંપુર્ણ પણે ધ્યાન રાખવામાં આવેલ હતું. (અહેવાલઃ વિનુ જોશી- તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:52 pm IST)