Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે જૂનાગઢ શહેર જિલ્લાના ભાજપના આગેવાનો

જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જૂનાગઢ શહેર જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પદવીદાન સમારોહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રીની આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. શુભેચ્છા મુલાકાત પ્રસંગે મેયર ધીરૂભાઇ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ગીરીશભાઇ કોટેચા, દિનેશભાઇ ખટારીયા, શૈલેષભાઇ દવે તથા શશીકાંત ભીમાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:51 pm IST)