Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જુનાગઢમાં ફલેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ પિતા-પુત્ર સહિત ૭ જુગારી ઝબ્બે

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીમાં રૂ.ર.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રર : જુનાગઢમાં ફલેટમાં ચાલતા જુગારધામનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કરી પિતા-પુત્ર સહીત ૭ જુગારીને રૂ.ર.૧૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

જુનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ સાંદીપની એપાર્ટમેન્ટના બ્લોક નં. ૬૦૧માં રહેતા હસમુખભાઇ ગોકળ દેવાણી (ઉ.૭૦) અને તેનો પુત્ર પ્રગ્નેશ ઉર્ફે લાલો તેના ફલેટમાં જુાગર રમાડતા હોવાની બાતમી મળતા એસ.પી.રવિતેજાવાસમ સેટ્ટીની સુચનાથી મોડી સાંજે ક્રાઇમબ્રાંચના ઇન્ચાર્જ પી. આઇ. ભટ્ટી, પી.એસ.આઇ. રોહિત તથા બડવા તેમજ કોન્સટેબલ ડાયાભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં એલસીબીએ પિતા-પુત્ર ઉપરાંત દાતાર રોડનો અજીજખાન કરીમખાન પઠાણ, ગોકુલનગરનો મનીષ ભીસમદાસ સોનીયા, વણઝારી ચોક નવા નગરવાડામાં હેતો નરેશ ભેરૂમલ ધનવાણી, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીના જેઠાનંદ પીતુભાઇ બૈરાગાની અને ગોધાવાવ પાટી તંબોળીના ડેલમાં રહેતો કલ્પેશ રસીકભાઇ ખોડાને જુગાર રમતા પકડી પાડવામાં આવેલ.

એલ.સીબીએ જુગારીઓ પાસેથી રૂ.૧,૪૩,૬૦૦ ની રોકડ, નાલના રૂ.૬પ૩૦ રૂ. ર૬ હજારની કિંમતના ૬ મોબાઇલ ફોન તેમજ બે મોટર સાયકલ સહિત કુલ રૂ.ર,૧૬,૧૩૦નો મુદામાલ કબ્જે કરી તમામ  સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જુનાગઢ ઉપરાંત માણાવદર વિસ્તારમાંથી  પોલીસે ૭ જુગારીને રૂ. ૧૦૩પ સાથે તથા ચોરવાડમાં બે જગ્યાએ પોલીસે ૭ શખ્સોને રૂ.૧૬ હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

(12:50 pm IST)