Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ગોંડલના શ્રમિકનો અનોખો શ્વાનપ્રેમ

સાયકલ પંચરની દુકાન ચલાવી રોજ રૂ. ૧૨૫નો ખર્ચ કરી શ્વાનોને દૂધ અને બિસ્કીટ ખવડાવી રહ્યા છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૨: ગોંડલની શ્રી રામ હોસ્પિટલે જતો કાશી વિશ્વનાથ મહાદેવ રોડ પર બાપા સીતારામની મઢૂલી પાસે ભુપતભાઈ દેવજીભાઈ માંડવીયાની બે પંચરની દુકાન આવેલી છે. આ દુકાને ભુપતભાઈ પોતાના અનોખા પ્રાણીપ્રેમને સાચવીને બેઠા છે. તેમની દુકાનમાં થડા પર નિર્ભય રીતે નીંદર માણતા શ્વાનોને તમે ગમે ત્યારે જોઈ શકો છો.પોતાના ધંધા ઉપર કોઈપણ કારીગર ગંદુ પણ ન થવા દે ત્યાં અહીં તો શ્વાન નિરાંતે સુતા હોય છે.વળી એની સુવિધા માટે તેઓ ઉપર નાનો પંખો પણ ચલાવે છે. તેમની સાથે વાત કરતા જણાવે છે કે ઘણા વર્ષો પહેલા એમની પાસે બે કૂતરાઓ હતા. જે બાર-પંદર વર્ષ સુધી તેમની સાથે રહ્યા. એ કૂતરાઓની યાદમાં તેઓ આજે પણ રોજ આઠથી દસ શ્વાનોને ૧૨૫ રૂપિયાનો ખર્ચ કરી, દૂધ અને બિસ્કિટ નાખે છે.

(12:01 pm IST)