Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

દુધઇ (કચ્છ)માં અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાંથી પાંચ લાખનો દારૂ મળ્યો

ભુજ, તા., ૨૨: બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ, ગાંધીધામ સૌરભ તોલંબીયા તરફથી જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોઇ જેથી એલસીબીની ટીમ પ્રોહી./જુગારના કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન હકીકત આધારે દુધઇ પો.સ્ટે.વિસ્તારમાં ટપ્પર ગામની સીમમાં આવેલ નારણભાઇ ભચાભાઇ વરચંદની વાડીના સેઢાની બાજુમાં રેઇડ કરી અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટનો વિેદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર્યવાહી કરી દુધઇ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

જયારે રમેશ હોથી કોલી રહે. ભારતનગર, દેવેન શંકરભા ગઢવી, રહે. ભવાનીનગર, નવઘણ ગોવા ડગરા મુળ રહે. ગડોદર, તા. માળીયા હાટીના, હાલ રહે. નારણભાઇ ભચાભાઇ વરચંદ રહે. ટપ્પર, ફરાર થઇ ગયા છે અને મેકડોવેલ્સ નં. ૧ સુપ્રીયર વ્હીસ્કીની પેટી નંગ-૧૦૯ બોટલો  નંગ ૧૩૦૮ કિ. રૂ. ૪,૯૦,પ૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ. રૂ. પ૦૦ ફુલ્લે કી રૂ. ૪,૯૧,૦૦૦નો માલ ઝડપી લીધેલ છે.

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.દેસાઇ તથા પો.સબ ઇન્સ. શ્રી બી.જે.જોષી તથા એલસીબી સ્ટાફ જોડાયેલ હતો.

(11:52 am IST)