Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

કાલે નિતિન ભારદ્વાજ અને અંજલીબેન રૂપાણી દ્વારા વર્ચ્ચુઅલ ઇ-ચિંતન અભ્યાસ વર્ગ

નિતિનભાઇ ભાવનગર અને અંજલીબેન સુરેન્દ્રનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કાર્યકરોને માર્ગદર્શન આપશે

રાજકોટઃ રાષ્ટ્રીય ભાજપની યોજનાનુસાર અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવા માટે તેમજ પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં જનસંઘથી લઇ વર્તમાન સમય સુધીના અનેક મહાનુભાવોએ સતત ચિંતન અને ચિંતા કરી છે. ત્યારે આવા ત્યાગી અને તપસ્વી મહામાનવના જીવનમાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળે તેવા આશયથી ભાજપ છેલ્લા એક માસના દર મંગળવારે પ્રદેશ કક્ષાનો અને દર શુક્રવારે જીલ્લા અને મહાનગર કક્ષાનો અભ્યાસવર્ગ યોજવામાં આવતો હોય છે.

આ અંતર્ગત આવતીકાલે તા.૨૩ના શુક્રવારે સાંજે ૭ કલાકે આપણી વિદેશ નિતિ અને ઉપલબ્ધીઓ વિષય પર પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ ભાવનગર શહેર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને ઇ-ચિંતન શિબિરમાં વકતવ્ય આપશે તેમજ સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના કાર્યક્રર્તાઓને વર્ચ્ચુઅલ ઇ-ચિંતન શિબિરના માધ્યમથી પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી માર્ગદર્શન આપશે. તેમ યાદીમાં જણાવાયું છે. (૪૦.૨)

વાંકાનેર, તા. ૨૨ :. વાંકાનેર-સીંધાવદર-ખીજડીયા વચ્ચે મોટર સાયકલ સ્લીપ થતા ચંદ્રપુરની ફૈઝાને મદિના મસ્જીદના બાંગી દાઉદશા મહંમદશા ફકીર (ઉ.વ. ૩૭)નું અકસ્માતમાં અવસાન થયું છે.

કરૂણતા એ છે કે, મૃતક મૂળ રાજકોટના અને હાલ ટંકારાથી વાંકાનેર ચંદ્રપુર મસ્જીદે એક માસ થયા નોકરી કરી રહ્યા હતા. તેના માવતર રાજકોટના કબ્રસ્તાનમાં હોય, તેને ઈદ નિમિતે પોતાના મોટર સાયકલ પર ફાતેહા માટે ગયેલ.

 જે પરત વળતી વખતે ખીજડીયા અને સિંધાવદર વચ્ચે ગઈ મોડી સાંજે મોટર સાયકલ સ્લીપ થતા માથા અને પગમાં ગંભીર ઈજાઓ થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયું છે. મૃતકને ત્રણ સંતાનો જેમાં બે બાળકો અને એક બાળકી તથા પત્નિને નિરાધાર છોડી ગયેલ છે.

ચંદ્રપુરના દાવતે ઈસ્લામીવાળાઓને આ બાબતે મોડેથી જાણ થતા ચંદ્રપુરના યુવાનો વાંકાનેર હોસ્પીટલે પહોંચી તેની લાશને પીએમ બાદ રાજકોટ ખાતે પહોંચાડેલ.

આ બનાવની તપાસ તાલુકા પોલીસ જમાદાર મોમજીભાઈ એ હાથ ધરી છે.

(11:51 am IST)