Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

સુરેન્દ્રનગરમાં સરકારી બારદાનમાં ભરી ટેકાના ભાવે થતુ વેંચવાનું કૌભાંડ ઝડપાયું

વઢવાણ,તા. ૨૨: સુરેન્દ્રનગરમાંથી સરકારી બારદાનમાં ભરીને ટેકાના ભાવે ઘઉં વેચવાનું કૌભાંડ પકડાયું હતું. પુરવઠાની ટીમે કરેલી તપાસ બાદ આ કેસમાં ૬ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગ્રેડર અને ડ્રાઇવર એમ વધુ ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સિટી મામલતદાર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે શહેરની પતરાવાળી હોટેલ પાસેથી પસાર થતા આઇસરમાં સરકારી બારદાનમાં ઘઉંનો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડતા અટકાવીને તલાસી લેતા ૩૯૫ બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો શેખપર ખાતે આવેલા અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કરેલા ઘઉંના ગોડાઉન ઉપર લઇ જવાના હોવાનું ડ્રાઇવરે જણાવ્યું હતું. સુદામડા ખાતે રહેતા અને ગોડાઉનમાં ગ્રેડર તરીકે કામ કરતા પ્રભાતસિંહ મકવાણા અને ડ્રાઇવર સંજય ગૌસ્વામીની ધરપકડ કરાઈ હતી. ગ્રેડરે ખોટા મેમા બનાવીને ઘઉનો જથ્થો ગોડાઉનમાં જમા કરાવ્યો હતો. ડ્રાઇવર ઘઉં લઇને આવ્યો હતો.

(11:50 am IST)