Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મુખ્યમંત્રીને મળવા જતા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાઈ : 3 વર્ષથી ખાલી સાની ડેમના મુદ્દે રજૂઆત કરવા જતાં અટકાયત

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગયા વર્ષે દ્વારકા જિલ્લાના ખેડૂતોને થયેલ અન્યાય મુદ્દે ,ભારતમાલા પ્રોજેક્ટ જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય મુદ્દે ,આરોગ્યની કથળતી સ્થિતિ મુદ્દે અને પેટ્રોલ- ડીઝલ- મોંઘવારી મુદ્દે રજુઆત કરવા જતાં કિસાન કોંગ્રેસ પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનોની અટકાયત

આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસે હતા દ્વારકામાં શિવરાજપુર બીચની મુલાકાત લઈ મુખ્યમંત્રી પરત ફરી રહ્યા હતા ત્યારે 15 થી વધારે કોંગ્રેસના આગેવાનોએ દ્વારકા જિલ્લાના ખેડૂતોના, નાગરીકોના વિવિધ પ્રશ્નોએ રજુઆત કરવા જતા અટકાયત કરવામાં આવી હતી ગઈકાલે દ્વારકા કલેક્ટર પાસે મળવાની મંજૂરી માંગી હતી પણ મંજૂરી ન મળતા આજે કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા જતાં હતાં ત્યારે અટકાયત કરવામાં આવી હતી
  દ્વારકા જિલ્લામાં સાની ડેમ ત્રણ વર્ષથી તંત્રના પાપે ખાલી રહે છે ડેમ તોડવામાં 2 વર્ષ લીધા પછી એક વર્ષથી ગોકળગાયગતી એ કામગીરી ચાલુ છે જો આજ ગતી એ કામ ચાલે તો આવનાર 5 વર્ષ સુધી ડેમમાં પાણી ભરાય એમ નથી ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો
   ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડનું જે કામ ચાલે છે તેમાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે ના નિયમો અનુસાર સલામતિ માટે ગોળાઈઓ કાઢી નાખવાની હોય છે જેની સામે ડિઝાઇન બદલાવી ગોળાઈઓ શા માટે રાખવામાં આવી છે, સંપાદિત થતી જમીનમાં 7 મહીના પહેલા કલેક્ટર દેવભૂમિ દ્વારકા એ આરબીટ્રેશનમાં ખેડૂતો તરફી કરેલા ઓર્ડરના રૂપિયા NHAI ચૂકવતી નથી 45 મીટર ની જગ્યાએ માત્ર 30 મીટરમાં રોડ કરવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભરાતા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાની રજુઆત કરવા જતાં અટકાયત કરવામાં આવી હતી
 તદ્દઉપરાંત ગયા વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતને થયેલ નુકશાન બદલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતોને સહાય ન આપવાના કારણે રજુઆત કરવા જતાં, આરોગ્યની કથળતી સ્થિતિ બાબતે, પેટ્રોલ ડીઝલ તથા મોંઘવારીના મુદ્દે રજુઆત કરવા જતાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી
  એકબાજુ કન્યા કેળવણી બેટી બચાવો બેટી પઢાઓના ભાષણ કરવામાં આવે ને બીજી બાજુ  KGBV ભાટિયામાં ધોરણ 9,10,11,12 બંધ કરી દેવામાં આવતા 9 દિવસથી ઉપવાસમાં દીકરીઓ બેઠી છે પણ તંત્ર કે સરકારનું પેટનું પાણી પણ હલતું નથી તે બાબતે રજૂઆત કરવા જતાં કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજાભાઈ પોસ્તરીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ દેવુભાઇ ગઢવી, જીવાભાઇ કાનારા, કોંગ્રેસ અગ્રણી લખમણભાઈ આંબલિયા, યુવક કોંગ્રેસ ના ખીમભાઈ આંબલિયા, સાવન કરમૂર, સંજય આંબલિયા, NSUI જિલ્લા પ્રમુખ દાના માડમ, યુવરાજ સિંહ વાઢેર વગેરે 15 થી વધારે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી

(12:44 am IST)