Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ધોરાજીમાં સુધરાઈ કોલોની બી આર સી ભવન પાસે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવીને કૂતરા પર ફાયરીંગ :પોલીસે ફરીયાદ

બાઈક પાછળ બેસેલા શખ્સે કૂતરાં પર ફાયરીંગ કરતાં કૂતરાંનૂ મોત નિપજયાની ફરિયાદ

 ધોરાજીમાં ભર બપોરે 3 વાગ્યા આસપાસ એકટીવા બાઈક પર આવેલ બે અજાણ્યા શખ્સો દ્વારા કુતરા ઉપર   ફાયરીંગ કરી નાશી જતા ધોરાજી પોલીસને જાણ થતા પોલીસ  બનાવ સથળે પહોંચી ને આગળની કાયવાહી હાથ ધરાઈ હતી
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજી પોલીસ મથક ખાતે ફરીયાદી આશીષ ભાઈ જેઠવા એ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી કલમ 429 ,પશૂ અત્યાચાર ધાતકી પણૂ અધિનિયમ ની કલમો, આમ્સ એકટ સહિતની કલમો હેઠળ ગૂનો નોધીને આરોપીઓ ને ઝડપવા ચકોગતીમાન તેજ કરાયા છે
આ બનાવ અંગે પોલીસે મથકે ફરીયાદી એ નોધાવેલ પોલીસ ફરિયાદ મા જણાવેલ છે કે  ધોરાજી  સુધરાઈ કોલોની પાસે બે અજાણ્યા શખ્સો એકટીવા બાઈક પર આવેલા જેમાં બાઈક પાછળ બેસેલા શખ્સે કૂતરાં પર ફાયરીંગ કરતાં કૂતરાંનૂ મોત નિપજયા ની ફરિયાદ કરતાં પોલીસે બને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ  ફરિયાદ નોધી તપાસ શરૂ કરાઈ છે
આ બનાવ અંગે ધોરાજી પીઆઈ હકૂમત સિહ જાડેજા એ જણાવેલ હતુ કે ધોરાજી માં કૂતરાં પર બે બાઈક ઉપર આવેલ શખ્સો એ ફાયરીંગ કરવાં ના બનાવ મામલે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગૂનો નોધવા માં આવેલ છે ધોરાજી પશૂ દવાખાના ખાતે કૂતરાં ના મૂતદેહ નૂ પીએમ કરાવેલ છે  આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ની તપાસ હાથ ધરાઈ છે 

(9:09 pm IST)