Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ :જામરાવલમાં બે ઇંચ : જામકલ્યાણપુરમાં વાડીની દીવાલ તૂટી

ભાણવડના અનરાધાર વરસાદ ;જામરાવલની બજારમાં પાણી ભરાયા :

દેવભૂમિ  દ્વારકાના ભાણવડમાં ધોધમાર વરસાદ થયો છે. દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે જામરાવલ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આશરે 2 ઈંચ જેટલા વરસાદથી પાણી ભરાયા છે. જાહેર બજારના રોડ પાણીમાં ગરકાવ થયા છે.

 

દ્વારકાના જામકલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભોગાત ગામે એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો. આ વરસાદને પગલે ખેતરની દિવાલ ધરાશાયી થઇ છે. ઉપર વાડી વિસ્તારમાં તીવ્ર પ્રવાહથી દીવાલ તૂટી પડી હતી.

(11:50 am IST)