Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉના સબ જેલમાં માથાભારે કેદીઓ વચ્ચે બઘડાટી :ઝઘડાનો વિડિઓ વાયરલ

સબજેલમાં 17 કેડીનો મર્યાદા સામે 50 કેદીઓ હોવાની રજૂઆત :તંત્ર સામે ઉઠતા અનેક સવાલ

ઉના સબજેલમાં માથાભારે કેદીઓ વચ્ચે બાઘડતરી બોલી જવા પામી હતી કેદીઓ વચ્ચે થયેલા ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. એવું કહેવાય છે કે ઉના સબજેલમાં કુલ 17 કેદીની જ મર્યાદા છે. જેની સામે 70 કેદીઓને રાખવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જેલના ઇન્ચાર્જ સબ જેલરે મામલતદારને લેખિત રજૂઆત કરીને કેટલાક કેદીઓને અન્ય જેલમાં ખસેડવા રજૂઆત પણ કરી છે. મર્યાદા કરતા વધુ કેદીઓને જેલમાં રાખતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

(8:15 pm IST)
  • વિરોધ પક્ષોની ધાંધલ ધમાલ વચ્ચે RTI એક્ટમાં સુધારો કરતું બિલ લોકસભામાં પસાર : કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના ઇન્ફોર્મેશન કમિશનરની સ્વાયત્તતા ઉપર પ્રતિકૂળ અસર સમાન સુધારો હોવાનો વિરોધ પક્ષોનો આક્ષેપ access_time 8:11 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર : કર્ણાટકમાં સત્તારૂઢ જનતા દળ દ્વારા કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે : આવતીકાલે સોમવારે વિશ્વાસના મત પૂર્વે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ છેલ્લો દાવ ખેલ્યો હોવાનું જાણવા મળે છે access_time 11:43 pm IST

  • આ અઠવાડીયાની મધ્યે મધ્યપ્રદેશ અને નવી દિલ્હીમાં જોરદાર-સારો વરસાદ પડશે access_time 11:36 am IST