Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયમાં આચાર્યાનો સત્કાર સમારંભ

ધ્રોલ : શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલમાં કાયમી આચાર્ય તરીકે પસંદગી પામેલ ડો.પ્રવિણાબેન જમનાદાસ તારપરાના સત્કાર સમારંભમાં સંસ્થાના ઉપપ્રમુખ તથા કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો.વિજયભાઇ સોજીત્રા, જિ.પં. જામનગરના સદસ્ય જયેન્દ્રભાઇ મુંગરા તથા સંસ્થાના સંચાલક વિજયભાઇ મુંગરા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી તથા ગાર્ડી કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તથા શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉષાબેન ભીમાણીના સ્વાગત પ્રવચન બાદ વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત નૃત્ય તથા સોલો ડાન્સ રજૂ કર્યો હતો. મહેમાનોનું સ્વાગત કરાયા બાદ નવનિયુકત આચાર્યશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયુ. ઇન્ચાર્જ આચાર્યા વનીતાબેનની વર્ષોની સંનિષ્ઠ કામગીરી બદલ તેમનુ શાલ ઓઢાડી સન્માન કરાયુ. રસીકભાઇ ભંડેરી તથા ડો.પ્રવિણાબેન તારપરાના પ્રાસંગીક ઉદબોધન બાદ અધ્યક્ષશ્રીએ સંસ્થાનો પરિચય તથા સંસ્થાની ઉજજવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી. સંસ્થાના પ્રમુખશ્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલે પણ સંદેશાત્મક શુભકામના પાઠવેલ. આભારવિધિ વનીતાબેન મુંગરાએ અને સંચાલન મમતાબેન અજુડીયાએ કર્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : હસમુખરાય કંસારા,ધ્રોલ)

(2:06 pm IST)
  • ઓગષ્ટમાં ર દિવસ ભૂતાન જશે નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પડોશી ભૂતાનની ર દિવસની મુલાકાત લેવા આવતા મહિને ઓગષ્ટમાં જઇ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજવીના મહેમાન બનશે access_time 1:22 pm IST

  • મુસ્લિમોને પણ SC/STને મળતા અનામતના લાભોમાં સમાવિષ્ટ કરો : સુપ્રીમ કોર્ટના 1992 ની સાલના જજમેન્ટનો અમલ કરો : કેરાલા હાઇકોર્ટમાં માઇનોરિટી ઇન્ડિયન્સ પ્લાનીંગ એન્ડ વિજિલન્સ કમિશનર ટ્રસ્ટએ દાખલ કરેલી પિટિશન access_time 8:21 pm IST

  • અમદાવાદના શાહીબાગ પોસ્ટ ઓફીસમાંથી પાર્સલ ખોલતા તેમાંથી ફટાકડા નીકળ્યા: આ પાર્સલમાંથી બ્લાસ્ટ થયાની ભારે ચર્ચા થઈ હતી, જે અફવા સાબિત થઈ છે access_time 4:02 pm IST