Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં વયોવૃધ્ધ મતદારોમાં યુવા મતદારોને મતદાન માટે પ્રેરણા આપી

જુનાગઢ, તા. રર : જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્વક મતદાન થયું છે. આનંદની વાત એ છે કે દ્યણા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે મેદ્યરાજાનું પણ આજે આગમન થતાં ઝરમર વરસાદ વચ્ચે મેદ્યરાજાની સાથે-સાથે લોકશાહીના જૂનાગઢના આ પર્વને નગરજનોએ ઙ્ગવધાવેલ હતો. લોકશાહીમાં મતદાન મહત્વનો આધાર છે અને લોકો ઝરમર વરસાદ વચ્ચે પણ સમય કાઢીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જૂનાગઢમાં સવારે ૮ થી ૧૦ દરમિયાન ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ વચ્ચે પણ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ અંદાજે સાત ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ૧માં ૧૧.૪ અને વોર્ડ નંબર ૧૫ માં ૧૦.૯૩ ટકા થયું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૨૪ થી ૨૬ ટકા સરેરાશ મતદાન થયાના અહેવાલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લા પંચાયતની વડાલ અને તાલુકા પંચાયતની મોણિયા તેમજ સુખપુરની બેઠકની પેટાચૂંટણી છે. આ ત્રણ બેઠક પર સવારે ૮ થી ૧૦ દરમિયાન અંદાજે ૯ ટકા મતદાન થયું હતું. જો કે આ બેઠક પર સવારે ૧૨ વાગ્યા સુધીમાં ૨૭ ટકા મતદાન થયું છે. જૂનાગઢના કલેકટર અને શહેર ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીએ આજે સવારે ગાંધીગ્રામમાં શિશુમંગલ નજીકના મતદાન મથકમાં મતદારોની હરોળમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ પણ જૂનાગઢના શહેરીજનોને વરસાદની સાથે આ પર્વને વધાવી અચૂક મતદાન કરવા જૂનાગઢના મતદારોને અપીલ કરી હતી. આ વખતે મહાનગર પાલીકાની સામાન્ય ચૂંટણીના મતદાન દરમ્યાન યુવા મતદારોએ મતદાન કર્યા અંગે અવિલોપ્ય શાહીનું નિશાન દર્શાવતા ફોટા સોશ્યલ મીડિયા પર મુકયા તો વયોવૃધ્ધ મતદારોએ યુવા મતદારોને મતદાન કરવા પ્રેરર્યા હતા. આ ચુંટણીમાં પુરૂષ અને મહિલાનું સમકક્ષ પ્રતિનીધીત્વ હોય બહેનો વધુ પ્રમાણમાં મતદાન કરવા હોંશભેર જોડાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેરનાં રણછોડનગર સોસાયટી ખાતે માનસ સ્કુલમાં મતદાન કરવા યેશા મકવાણા તેમનાં દાદીમાં પુરીબેન સાથે મતદાન કરવા આવ્યા હતા. તો ટીંબાવાડી ખાતે વિજયભાઇ અને હર્ષાબેન પટોળીયા વરસતા વરસાદમાં પોતાનાં દિકરાને કાંખમાં તેડીને મતદાન કરવા આવી પહોચ્યા હતા. ઝાંઝરડા ગામે વજુભાઇ જાદવ ૮૫ વર્ષે પોતાના મિત્ર સાથે મતદાન કરવા મતદાન મથકે આવી પહોચ્યા હતા. રણછોડનગર ખાતે અશ્વિનભાઇ તેમનાં ધર્મપત્ની અને દિકરી સાથે મતદાન કરવા આવ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે ભારતમાં પ્રજાસત્ત્।ાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્થપાયું છે. લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે. મતદારોની લોકશાહી વ્યવસ્થાતંત્રમાં અનેરી ભૂમિકાને ઉજાગર કરવાનો મહાઉત્સવ છે. લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક માટે શ્નશ્નમતાધિકાર હક્ક''ના ભોગવટાની સાથો-સાથ રાષ્ટ્રનાં ઉત્કર્ષમાં યોગદાનની ઉમદા તક પુરી પાડે છે.  જૂનાગઢ શહેરમાં તમામ મતદાન પ્રક્રિયા ધરાવતા વિસ્તારોમાં મતદારો નિર્ભીક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંધે ચુસ્ત પોલીસ બદોબસ્ત તૈનાત કરી જાતે સમગ્ર કાર્યવાહી પર નિરીક્ષણ રાખી કર્યુ હતું. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:38 pm IST)