Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જામનગર નજીકથી રૂ.૨૨.૫૦ લાખનો દારૂ-બિયર જપ્ત

ઇનોવા કાર સહિત રૂ.૩૪.૩૬ લાખના મુદામાલ સાથે ૫ ઝડપાયાઃ ર શોધખોળ

જામનગર તા.૨૨: જીલ્લાના પોલીસ વડા શરદ સંઘલનાઓના માર્ગદર્શન અને   એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ.ડોડીયાાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી.સ્ટાફના ફીરોજભાઇ દલ તથા  ખીમભાઇ ભોચીયા તથા નિર્મળસિંહ બી.જાડેજા તથા અશોકભાઇ સોલંકી તથા મીતેશભાઇ પટેલને મળેલ હકિકત આધારે જામનગર ખીજડીયા બાયપાસ નજીક મોમાઇ મુરલીધર હોટલ સામે રોડ ઉપરથી ઇંગ્લીશ દારૂ ભરેલ અશોક લેલન ટ્રક નં.પીબી.૬૫ એડી.૯૦૨૫ તથા દારૂ ભરેલ ટ્રકનું પાયલોટીંગ કરનાર ઇનોવા કાર નં.સી.એચ.૧ એકયુ.૬૨૨૫ને પકડી પાડી ટ્રક માંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૫૫૫ કિ.૨૨,૨૨,૦૦૦ તથા બીયર ટીન નંગ.૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦ તથા ટ્રક તેમજ કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન ૯ કિ.રૂ.૮૦,૦૦૦ તથા રોકડ રૂ.૧,૦૬,૦૦૦ મળી કુલ કિ.૩૪,૩૬,૮૦૦ ના મુદામાલ કબ્જે કરી મજબુક વિરૂધ્ધ પો.હેડ કોન્સ. વનરાજભાઇ મકવાણાની ફરીયાદ આધારે પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયાએ આરોપીની ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જેમાં સુરેશકુમાર ફતેસિહ કાદીયાણા રહે બિહોલી, તા.સમાલખા જી.પાણીપત રાજ્ય હરીયાણા, જ્યોતિન્દ્ર રવિશંકર પાઠક રહે બોપલ, સ્ટર્લીગ સીટી, પંખીલ બંગલો, સેકટર-એફબી, અમદાવાદ, સુરેન્દ્રનગર તારાચંદ જાટ રહે સિનથરી પામહાઇટસ, સની ઇનકલેવ, મોહાલી, રાજ્ય પંજાબ, આત્માસીંગ દલબીરસિંગ જાટ રહે સુબરાહ ગામ તા.પટ્ટી જી-અમુતસર રાજ્ય પંજાબ, સંજીવકુમાર નિર્મળસીંગ નાઇ રહે બડાલી તા.ખરેડ જી-મોહાલી, રાજ્ય પંજાબની ધરપકડ કરી છે.

તેમજ ઇગ્લીશ દારૂ સપ્લાય કરનાર (૧)ગોપાલ રણવીર રહે. બેસ અંબાલા હરીયાણા તથા (૨)માલ મંગાવનાર-કિશોર ભારાભાઇ ગઢવી રહે.જામજોધપુર જી.જામનગર વાળાઓને અટક કરવામાં બાકી છે. આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના થી પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીાય, શ્રી કે.કે.ગોહીલ, તથા એલ.સી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર,  એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:37 pm IST)