Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

દ્વારકાની હોટેલમાં જામનગરના અશોક નકુમનો ગળાફાંસો ખાઇને આપઘાત

ખંભાળીયા તા.૨૨: જામનગરના ગુલાબનગરમાં રહેતો એશોક પરસોતમભાઇ નકુમ (ઉ.વ.૩૩)નો દલવાડી યુવાન શનિવારના દ્વારકાના શિતલા ચોકમાં આવેલી હોટેલ ક્રિષ્ના આશ્રિતના રૂમ નં.૧૪માં રોકાયો હતો ત્યારે કોઇ કારણસર હોટલના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજયું હતું. બનાવ અંગે દ્વારકા પોલીસે આપ ઘાત અંગેનું કારણ શોધવા નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાને પતિ સહિત સાસરીયાનો ત્રાસ

મુળ દ્વારકા અને હાલ ભાટીયા સાસરીયામાં રહેતી નિલમબેન ધર્મેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ.૩૦)ની બ્રાહ્મણ પરિણીતા પર પતિ ધર્મેન્દ્રભાઇ દ્વારા શંકા-કુશંકા કરી મોબાઇલમાં ફોન રેકોંડીંગ કરી મારકુટ કરતો હોય તેમજ સસરા મનસુખભાઇ નાનજીભાઇ ભટ્ટ, સાસુ રંજનબેન, નણંદ રાધાબેન મનસુખભાઇ બધા સામે મળી ઘરકામ બાબતે મણાટોણા મારી શારિરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ ભાટીયા પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુરના ડાંગરવડ  નજીક દારૂ સાથે ઝડપાયો

કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા તથા સ્ટાફા માણસો શનિવારના રાત્રીના પેટ્રોલીંગમાં હોય ત્યારે ડાંગરવડ ગામ નજીકથી પસાર થતી જી.જે.૬ ડી.કયુ.૫૫૯૯ નંબરની સેવરલોક કારને રોકી તલાશી લેવામાં આવતા કારની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૨૪ કિ રૂ.૪૯,૬૦૦નો મળી આવતા પોલીસે કાર ચાલક વનરાજ માંડણ મોઢવાડીયા રહેે.મોઢવાળા તા.પોરબંદર વાળાને ઝડપી લઇ કાર સહિત કુલ રૂ.૨,૫૦,૧૦૦નો મુદામાલ કબ્જે કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તજવિજ હાથ ધરી છે.

ખંભાળિયામાંથી દારૂની  બાટલી સાથે ઝડપાયો

ભાગ્યલક્ષ્મી હોટેલ પાસેથી શનિવારના રોજ રાત્રીના પસાર થતા મામદ અબ્દુલ ભટ્ટી રહે. ભાગ્યલક્ષ્મી હોટલ પાસે વાળાને રોકી એલસીબી સ્ટાફે તલાસી લેતા તેમના પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૧ કિં. રૂ. ૪૦૦ની મળી આવતા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે દારૂની બોટલ  સાથે ત્રણને ઝડપી લીધા

દ્વારકાના વાચ્છુ ગામના બસ સ્ટેન્ડ પાસે ત્રણેક શખ્સો દારૂની પાર્ટી કરવા સારૂ ભાગે પડતા પૈસા કાઢી દારૂની બોટલ લાવેલ હોય ત્યાં જ ધીણકી આઉટ પોસ્ટ પોલીસ ત્રાટકતા દારૂની બોટલ નંગ ૧ સાથે રાજુભા હોથીભા માણેક, તોરૂભા વાલાભા માણેક, સાજણભા આશાભા માણેક રહે. ત્રણેય વાચ્છુ ગામ વાળાને ઝડપી લઈ દારૂની બોટલ કયાંથી લીધી ? તે અંગે પૂછતા તેમણે હિરાભા સાજણભા રહે. બરડીયાવાળા પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી ચારેય વિરૂદ્ધ પ્રોહી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:35 pm IST)